For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી પદ માટે કોળી સમાજનું લોબિંગ

12:45 PM Jul 15, 2024 IST | Bhumika
મુખ્યમંત્રી પદ માટે કોળી સમાજનું લોબિંગ
Advertisement

અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં ઉઠેલો સૂરા, આગામી સમયમાં મહાસંમેલન યોજવાની જાહેરાત

ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફારની વાતો વહેતી થતા પ્રધાનમંત્રીપદ માટે પણ લોબીંગ શરૂ થયુ છે. અગાઉ કુંવરજીભાઇ બાવળીયા માટે અને ત્યાર બાદ ઠાકોર સમાજને મુખ્યમંત્રી પદ આપવા માંગણીઓ થયા બાદ ફરી એક વખત કોળી સમાજે મુખ્યમંત્રી પદની માંગણી કરી છે. અને આ માટે ગઇકાલે બેઠક પણ યોજવામા આવી હતી.

Advertisement

અખિલ ભારતીય કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સંગઠનના નવા હોદ્દેદારોની ઘોષણા કરવામાં આછી આ બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતુ બેઠકમાં સંગઠનના તમામ પાંખોના હોદ્દેદારોને હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા અને નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ. જેમાં ગુજરાત યુવા પ્રમુખ તરીકે દિવ્યેશ ચાવડાની, ગુજરાત કર્મચારી મંડળ પ્રમુખ તરીકે રાજુ વંશ કોળીની, ગુજરાત મહિલા પાંખ પ્રમુખ તરીકે રીટા બેન અલાણીની અને ગુજરાત મહામંત્રી મહિલા પાંખ તરીકે રંજન ગોરડની વરણી કરવામાં આવી છે.

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકીએ આ બેઠકના મહત્વ પર ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં, કોળી સમાજનું મહાસંમેલન યોજવાનું આયોજન કરાયું છે, જેમાં સમાજના વિવિધ ભાગોના પ્રતિનિધિઓને ઉમેરવામાં આવશે.તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોળી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને તો એ અમને અને અમારા સમાજ માટે ગૌરવની વાત હશે.

આ બેઠકમાં હીરાભાઈ સોલંકીએ તેમના ઉદબોધનમાં આડકતરો ઈશારો આપ્યો કે, કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચા વચ્ચે, આ નવા નેતૃત્વનો મહત્વપૂર્ણ રોલ રહેશે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, સમાજના નેતા મુખ્યમંત્રી બને, તો અમને ખૂબ આનંદ થશે.સ્ત્રસ્ત્ર વધુમાં જણાવ્યુ કે, નસ્ત્રઆ સંસ્થા નવા ચહેરા અને નવા કલેવર સાથે કામ કરશે, જેથી કોળી સમાજના તમામ લોકોના હિતમાં વધુ કાર્યક્ષમતા લાવી શકાય છે.સ્ત્રસ્ત્ર આ બેઠક દ્વારા અખિલ ભારતીય કોળી સમાજના નવીન દિશામાં આગળ વધવાની યોજનાઓ અને પ્રત્યક્ષ સક્રિયતાઓ દર્શાવવામાં આવી છે, જે આગામી સમયમાં સમાજના હિતમાં રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement