રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા બેંક મારફતે રૂા.2 લાખ સુધીની લોન

05:32 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છેકે, દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વ-રોજગાર બેંકેબલ યોજના ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ.2,00,000/-ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. તથા આ યોજનાના લાભાર્થીને 7%થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ. કાર્ડ, બી.પી.એલ., રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ, જાતિ, અનુ, જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકાર પુરસ્કૃત આ યોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં 7%થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot rmc
Advertisement
Next Article
Advertisement