For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી ફરજમાંથી ગુટલી મારવા બીમારીનું બહાનું બતાવનાર 100 કર્મચારીઓનું લિસ્ટ સિવિલ સર્જનને મોકલાયું

06:10 PM Mar 19, 2024 IST | Bhumika
ચૂંટણી ફરજમાંથી ગુટલી મારવા બીમારીનું બહાનું બતાવનાર 100 કર્મચારીઓનું લિસ્ટ સિવિલ સર્જનને મોકલાયું
  • બીમારીનો રિપોર્ટ આપનાર સરકારી કર્મચારીઓનું ડોકટરની પેનલ પાસે ચકાસણી કરાશે : ખોટું બહાનું બતાવનાર સામે તોળાતા આકરા પગલાં

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે છેલ્લા બે માસથી ચૂંટણીની તૈયારી કરી રહેલ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી માટે રાજકોટ શહેર જિલ્લાની 1900થી વધુ સરકારી કચેરીઓમાંથી તમામ સરકારી કમર્ચારીઓની યાદી મંગાવી છે ત્યારે 200થી વધુ સરકારી કર્મચારીઓએ ચૂંટણી ફરજમાંથી ગુટલી મારવા માટે બિમારીનું બહાનુ બતાવી રિપોર્ટ કરતાં કલેકટર ચોંકી ઉઠયા હતાં અને બિમારીનું બહાનું બતાવનાર સરકારી કર્મચારીઓની મેડીકલ ચકાસણી માટે પેનલ ડોકટરની ટીમ બનાવી છે.

Advertisement

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે રાજકોટ શહેર જિલ્લાના 2200 થી વધુ મતદાન મથકો પર સરકારી કર્મચારીઓની ફરજ સોંપવા માટે જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા શહેર જિલ્લાની 1900થી વધુ સરકારી કચેરીઓમાંથી સરકારી કર્મચારીઓના નામ હોદ્દા સહિતની માહિતી મંગાવી ચૂંટણી પંચને મોકલી આપી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓનું ડયુટીની ફાળવણી કરે તે પહેલા જ 200થી વધુ સરકારી કર્મચારીઓએ જુદા જુદા બિમારીના બહાના બતાવી બી.પી., ડાયાબીટીસ સહિતની અસાધ્ય બિમારીના રિપોર્ટ ચૂંટણી અધિકારીને મોકલી આપી ફરજમાંથી મુક્તિ આપવા માંગણી કરવામાં આવી છે.

એક સાથે 200 થી વધુ કર્મચારીઓએ ચૂંટણી ફરજ નહીં કરવા બિમારીનું બહાનું બતાવતાં કલેકટર પ્રભવ જોષી ચોંકી ઉઠયા હતાં અને બિમારીનું બહાનું બતાવનાર કર્મચારીઓ સાચા છે કે ખોટા ? તે જાણવા માટે સિવિલ સર્જન પાસે મેડીકલ ઓફિસરોની એક પેનલ તૈયાર કરાવી છે અને આ મેડીકલ પેનલ દ્વારા બિમારીનું બહાનું બતાવનાર સરકારી કમર્ચારીઓની મેડીકલ ચેકઅપ કર્યા બાદ તેનો રિપોર્ટ આખરી રહેશે.બિમારીનું બહાનું બતાવનાર 100 થી વધુ સરકારી કર્મચારીઓની પ્રથમ યાદી જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા સિવિલ સર્જનને મોકલી આપવામાં આવી છે. આ 100 કર્મચારીઓના મેડીકલ ચેકઅપ કરવામાં આવશે જેમાં કોઈએ ખોટુ બહાનું બતાવ્યું હશે તો તેની સામે આકરા પગલાં લેવાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement