For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી પાસે ગોડાઉનમાંથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો

11:43 AM Mar 20, 2024 IST | Bhumika
મોરબી પાસે ગોડાઉનમાંથી દોઢ કરોડનો દારૂ ઝડપાયો
  • અમદાવાદના જીમિત પટેલ અને ભરત મારવાડી ભાગીદારીમાં ગોડાઉન ભાડે રાખી સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાય કરતાં હતાં : મેનેજર, ડ્રાઈવર, મજૂર સહિત 10ની ધરપકડ: બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ ઠલવાઈ રહ્યો છે ત્યારે મોરબી નજીક લાલપર ગામે ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂ ઉતારી સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા છાપો મારી દોઢ કરોડની કિંમતનો 38520 બોટલ વિદેશી દારૂ, છ વાહનો મળી બે કરોડના મુદ્દા માલ સાથે મેનેજર, ડ્રાઈવર અને મજુરો મળી 10 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે બે સુત્રધારની સંડોવણી ખુલતાં તેને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મોરબીના લાલપર ગામે આવેલ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રીરામ નામના ગોડાઉનમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની અને સૌરાષ્ટ્રભરમાં નાના વાહનો મારફતે વિદેશી દારૂ સપ્લાયર કરવામાં આવતો હોવાની એસએમસીના એસ.પી.નિલિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામડીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે સાંજે પોલીસ કાફલાએ દરોડો પાડયો હતો.
મોરબી નજીક આવેલ ગોડાઉનમાં તપાસ કરતાં જુદી જુદી બ્રાંડની દોઢ કરોડની કિંમતની 38520 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 3210 પેટી વિદેશી દારૂ, બે ટ્રક અને ત્રણ બોલેરો, એક હોન્ડા સિટી કાર મળી છ વાહનો કબજે કર્યા છે. પંજાબ હરિયાણામાંથી વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ગઈકાલે જ ગોડાઉનમાં આવ્યા હતાં અને મજુરો દ્વારા દારૂનું કટીંગ કરી નાના વાહનોમાં ભરી રહ્યા હતાં.
પોલીસે ગોડાઉનમાંથી મેનેજર રાજુ, બે ટ્રકના ડ્રાઈવર અને સાત મજુરો મળી કુલ 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ મેનેજરની આગવી ઢબે પુછપરછ કરતાં અમદાવાદનાં બુટલેગર જીમિત શંકરલાલ પટેલ અને તેના ભાગીદાર ભરત મારવાડીએ ગોડાઉન ભાડે રાખી પંજાબ હરિયાણામાંથી વિદેશી દારૂ મંગાવી સૌરાષ્ટ્રનાં નાના બુટલેગરોને સપ્લાય કરતાં હોવાનું બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસ સામે તોળાતા આકરા પગલાં
ચૂંટણી ટાણેજ મોરબી નજીક લાલપર ગામે આવેલ ગોડાઉનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો મારી દોઢ કરોડનો વિદેશી દારૂ અને છ વાહનો સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી 10 શખ્સોની ધરપકડ કરી છે ત્યારે ઘણા સમયથી ગોડાઉનમાંથી દારૂ સપ્લાય થતો હોય સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ કાર્યવાહી કરી હોય સ્થાનિક પોલીસ સામે આકરા પગલાં તોળાઈ રહ્યાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement