For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થર્ટી ર્ફ્સ્ટ માટે રાજકોટ આવતો 25 લાખનો દારૂ ઝડપાયો

01:03 PM Dec 09, 2023 IST | Sejal barot
થર્ટી ર્ફ્સ્ટ માટે રાજકોટ આવતો 25 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદ પોલીસની ગુના નિવારણ શાખા અને બાવળા પોલીસે ગુરૂૂવારે મોડી સાંજે બાવળા રાજકોટ હાઇવે પર એસિડના ટેન્કરમાં બનાવેલા ખાસ ખાનામાં છુપાવેલો રૂૂપિયા 25 લાખની કિંમતનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ડ્રાઇવરની પ્રાથમિક પુછપરછમાં તે દારૂૂનો જથ્થો લઈને રાજકોટ તરફ જઈ રહ્યો હતો. જેના આધારે વધુ તપાસ શરૂૂ કરવામાં આવી છે.
અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થનારા એક એસિડના, ટેન્કરમાં દારૂૂનો મોટો જથ્થો છુપાવેલો છે. જે અમદાવાદ શહેરમાંથી રાજકોટ તરફ જનાર છે. જે બાતમીને આધારે ગુરૂૂવારે સાંજથી એક્સપ્રેસ હાઇવે પર વોચ રાખીને શંકાસ્પદ ટેન્કરની તપાસ કરવામાં આવી હતી. જે બાદ ચોક્કસ માહિતી મળી હતી કે આ ટેન્કર અમદાવાદ શહેર પોલીસની હદમાંથી અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં રાજકોટ હાઇવે તરફ જઈ રહ્યું છે.જેથી પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.ચૌધરીએ તાત્કાલિક બાવળા પોલીસને જાણ કરી હતી. જેના આધારે બાવળા પોલીસે હાઈવે પર ટેન્કરને રોકીને ડ્રાઇવર ચાંદમલ સવજી લાલજી મીણા (રહે.ઉદેપુર)ને ઝડપીને તપાસ ટેન્કરમાં તપાસ કરતા ખાલી મળી આવ્યું હતું.
જો કે આ દરમિયાન પીસીબીના સ્ટાફે સ્થળ પર આવીને ટેન્કરની બહારના ભાગે શંકાને આધારે તપાસ કરતા એક ધાતુ પ્લેટ હતી.જેના સ્ક્રુ ખોલીને તપાસ કરતા અંદર બનાવેલા ખાનામાં છૂપાવેલી 5600 જેટલી બોટલો મળી આવી હતી. જેની કિંમત 25 લાખ જેટલી અંદાજવામાં આવી હતી.જે અંગે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,હાલ આવી રહેલી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજકોટના બુટલેગરે આ દારૂૂનો જથ્થો મંગાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement