રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામજોધપુરના વાંસજાળિયા ગામ પાસેથી એક કારમાં થતી દારૂની હેરાફેરી પકડાઈ

01:45 PM Dec 28, 2023 IST | Bhumika
Advertisement

જામનગર શહેરમાં જુદા જુદા બે વિસ્તારોમાં પોલીસે ગઈ રાત્રે દારૂૂ અંગે દરોડો પાડી, ઇંગ્લિશ દારૂૂ ની બાટલી નો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો પકડાયો છે, અને બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે.

Advertisement

જામનગર શહેરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત કિશોરભાઈ આંબલીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબી ની ટીમ ત્રાટકી હતી, અને મકાનમાંથી 28,000 ની કિંમત નો 70 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કરી લીધો હતો. જે આરોપી મોહિત આંબલીયા ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગર શેરી નંબર બે માં રહેતા મહિપાલસિંહ જાડેજાના મકાન પર પોલીસે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી 15 નંગ દારૂૂની બાટલીના જથ્થા સાથે આરોપી મહિપાલસિંહ જાડેજા ની અટકાયત કરી છે.પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂૂ જામનગરના ગોકુલ નગરમાં રહેતા હાર્દિક ડાંગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. ઇંગલિશ દારું અંગેનો ત્રીજો દરોડો જામજોધપુર નજીક સમાણા ગામ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ત્યાંથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા રાજકોટના પ્રકાશ યશવંતભાઈ જોશી તેમજ પોરબંદરના મુકેશ નાગજીભાઈ ડંકી ની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી 94 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી અને કાર વગેરે કબજે કરી લીધા છે. જ્યારે બંનેની અટકાયત કજરી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement