For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ ચૂંટણીમાં મને પાડી દેવાની વાતો કરે છે: સાંસદ વસાવા

05:01 PM Dec 04, 2023 IST | Sejal barot
દારૂ જુગારના અડ્ડા ચલાવનારાઓ ચૂંટણીમાં મને પાડી દેવાની વાતો કરે છે  સાંસદ વસાવા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ફુલસર ગામ ખાતે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ જીલ્લામાં દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ તેમજ અઅઙના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
જંગલની જમીન પર ખેડાણ બાબતે વન કર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલ ગુનો નોંધાયો છે. જોકે, અઅઙના ધારાસભ્ય છેલ્લા ઘણા દિવસોથી ફરાર છે, જેને લઈને પોલીસ પણ તેઓને શોધી રહી છે, ત્યારે ડેડીયાપાડાના ફુલસર ગામે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નાની-મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસીઓ કામ કરે છે, એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ. અગાઉની સરકારમાં આદિવાસીઓને જંગલની જમીનો નહોતી મળતી, જે ભાજપ સરકારે અપાવી છે. આદિવાસીઓને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, તેમનાથી સાવધાન રહેવા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.
વધુમાં સાંસદે જણાવ્યુ હતું કે, ડેડીયાપાડા-સાગબારા વિસ્તારમાં દારૂૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે, પરંતુ હું સાચો છું, મને પાડવાની એમનામાં તાકાત નથી. આસામમાં આવું બોલનારને બંદૂકથી ઉડાવી દેવામાં આવે છે, મેં ત્યાં જઈને પણ દારૂૂ બંધીની વાત કરી છે. જંગલની જમીનો જેમની બાકી છે, તેમને અમે જ અપાવીશુ, અને જેની સરકાર નથી એ ક્યાંથી અપાવશે કહી અઅઙના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement