For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ

02:45 PM Nov 19, 2024 IST | Bhumika
ઈકોઝોન મુદ્દે ન્યાય નહીં મળે તો સિંહદર્શન બંધ
Advertisement

સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણીએ માહોલ ગરમ છે કારણકે સરકારે ગીર વિસ્તારના જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓ માટે ઇકોઝોનનું જાહેરનામું બહાર પાડ્યું હતું આ જાહેરનામું બહાર પાડતા જ ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી અનેક પ્રોગ્રામો જાહેર કરી ઇકોઝોન વિરૂૂદ્ધ આંદોલનનું બ્યુંગલ ફૂકયું હતું, 2 ઓક્ટોબરે સરપંચોના ઇકોઝોન વિરુદ્ધના ઠરાવો, નવરાત્રી અને દિવાળીમાં વિરોધો અને સભાઓ અને રેલીઓના આપનેતા પ્રવીણ રામની રાહબરી હેઠળ સફળ આયોજન થયા હતા ત્યારે ઇકોઝોનની લડતના પ્રવીણ રામની રાહબરી હેઠળ ગીરના તમામ 196 ગામમાંથી લોકો હજારોની સંખ્યામાં સવારે ભાલછેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે લોકો એકઠા થયા હતા, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આપનેતા પ્રવીણ રામ,ગોપાલ ઇટાલિયા,પરેશભાઈ ગોસ્વામી, રાજુભાઇ, કરશનબાપુ ભાદરકા તેમજ અન્ય આગેવાનોએ હાજર તમામ લોકોને ઇકોઝોન માટે માહિતી આપી સરકારને આ કાયદો નાબૂદ કરવા માટે ચેતવણી આપી હતી, ત્યારબાદ ભાલછેલ હેલિપેડ ગ્રાઊન્ડથી વિશાળ ટ્રેકટરો સાથે હજારોની સંખ્યામાં લકોએ સાસણ તરફ કૂચ કરી હતી , સાસણ પહોંચ્યા બાદ ફોરેસ્ટના જવાબદાર અધિકારીને ઇકોઝોન નાબૂદ કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement

પરંતુ આ ટ્રેક્ટર રેલીમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કે જેમના કારણે સાસણ તમામ રસ્તાઓ બ્લોક થયા હતા અને અમુક સમય માટે સાસણની બજારો ઠપ થઈ હતી, આ વિશાળ ટ્રેક્ટર રેલીમાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે આગામી રણનીતિ જાહેર કરતા કહ્યું કે સરકાર જો આ જાહેરનામું નાબૂદ નહિ કરે તો આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ લડવામાં આવશે. જો ઇકોઝોન નાબૂદ ના કરે તો આગામી દિવસોમાં રાજકીય લડાઈ લડી ગીર વિસ્તારમાંથી ભાજપને નાબૂદ કરવામાં આવશે, આ બાબતે પ્રવીણ રામે હાજર રહેલ ગીરના લોકોને પૂછતા ગીરના લોકોએ જ ભાજપને નાબૂદ કરવાની વાતમાં સમર્થન આપ્યું હતું. જો ઇકોઝોન નાબૂદ ના કરે તો મેંદરડાનાં સરપંચો રાજીનામા આપશે. જો ઇકોઝોન નાબૂદ ના કરે તો પરમીટથી થતા સિંહદર્શનને અટકાવવામાં આવશે.

જો ઇકોઝોન નાબૂદ ના કરે તો રેવન્યુ વિસ્તારમાં સિહે કરેલા મારણને ફોરેસ્ટના અધિકારીઓ લઈ જઈને રૂૂટના સિંહોને ખવડાવી સીધા પૈસા ઉધારી ભ્રષ્ટાચાર કરે છે એ બંધ કરાવવામાં આવશે. વનવિભાગ દ્વારા થતા તમામ કામોમાં આરટીઆઈ કરી ફોરેસ્ટ વિભાગના અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement