For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આધારકાર્ડ કેન્દ્ર ખાતે લાગી અરજદારોની લાઈનો : અફરાતફરી

04:59 PM Mar 06, 2024 IST | Bhumika
આધારકાર્ડ કેન્દ્ર ખાતે લાગી અરજદારોની લાઈનો   અફરાતફરી

મહાનગરપાલિકામાં આધારકાર્ડ કેન્દ્રમાં નવા નિયમોની અમલવારી શરૂ કરાતા સળંગ જન્મતારીખના દાખલાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. પરિણામે છેલ્લા 15 દિવસથી નવા દાખલા કઢાવનાર લોકોએ આજે આધારકાર્ડ કેન્દ્ર ખાતે વહેલી સવારથી આધારકાર્ડના કામ માટે આવતા બપોરે 1 વાગ્યા સુધીમાં આધારકાર્ડ કેન્દ્ર કચેરી ખાતે અરજદારોની લાંબી લાઈનો લાગી હતી અને અફરાતફરી સર્જાતા સિક્યોરીટી ગાર્ડ દ્વારા અરજદારોને શાંત કરી વ્યવસ્થીત લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતાં. છતાં વધુ અરજદારો હોવાના કારણે વધુ કીટ ચાલુ નથી કરવામાં આવી તેવી ફરિયાદ પણ અમુક અરજદારોએ કરી હતી છતાં તંત્રએ આંખ આડાકાન કરતા આ લાઈન સાંજ સુધી જોવા મળે તેવું લાગી રહ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement