For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા

11:59 AM Oct 17, 2024 IST | Bhumika
વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા
Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ચાલુ રહેલા કમોસમી વરસાદ સાથે ત્રાંટકેલી વિજળીએ સૌરાષ્ટ્રમાં બે લોકોના ભોગ લીધા છે. વિસાવદર તાલુકાના સરસઈ ગામે તથા તળાજાના દેવળિયા ગામે વિજળી પડવાથી બે મહિલાના મોત થયા છે. બીજી તરફ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કોટડા સાંગાણી-માણાવદરમાં બે ઈંચ, રાણાવાવ, જામકંડોરણા, માળિયા હાટીના, જગડિયા, કુકાવાવ, અમરેલી, જૂનાગઢ, માંગરોળ અને ઓલપાડમાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરના સરસઈ ગામે વિજળી પડતા મજુર મહિલાનું તેમજ ભાવનગરના દેવળિયા ગામે વિજળી પડતા મહિલાનું મોત થયું હતું.

કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં સવારથી ગરમી નો ઉકરાટ અને સવારથી બપોરના સુમારે તરકો અને ગરમી નો ઉકરાટથી એકાએક સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સાંજ ના સમયે 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ થયેલ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 થી 7 વાગ્યા સુધી ડોટ ઈંચ જેટલો વરસાદ પડેલ વીજળી ના કરાકાભરક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એક કલાક માં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

Advertisement

બગસરા
બગસરા શહેરમાં સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ, મૂંજીયાસર, રાફળા, માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. જેના હિસાબે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ 3.5 ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્યાર બાદમાં એક દિવશના વિરામ બાદ આજે ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અને કુદરતે જાણે મોઢામાં આપેલ કોળિયો છીનવી લીધો હોય તેમ કપાશ,માંડવી તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.

દેવળિયા ગામે વીજળી પડતા મહિલાનું મોત
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામે વિજળી પડતાં મહિલા નું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા દયાબેન ભીમજીભાઈ મકવાણા ઊં.વ.50 ઉપર વીજળી પડતા તેણી નું કરુણ મોત નિપજ્યું હતું. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement