For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખાતર ઉપર દીવો; રૂા.10નો GST વસૂલવા 100નો ખર્ચ

12:38 PM Oct 19, 2024 IST | Bhumika
ખાતર ઉપર દીવો  રૂા 10નો gst વસૂલવા 100નો ખર્ચ
Advertisement

10 રૂૂપિયાનો જીએસટી વસુલાત કરવા માટે વિભાગ દ્વારા 100 રૂૂપિયાની વધારાનો ખર્ચ કરી રહી હોવાની વિગતો જાણવા મળી છે. આ રીતે શહેરમાં અંદાજીત 2હજાર કરદાતાઓને નોટીસ મોકલી છે. જોકે કરદાતાઓને પણ આ નોટીસ મળતા અચરજમાં મુકાયા છે. કારણ કે તેઓને જે નોટિસ આપવામાં આવી છે તે નોટીસ સ્પીડ પોસ્ટ દ્વારા મળી છે. જ્યારે સ્પીડ પોસ્ટનો ખર્ચ જ 40 રૂૂપિયાની આસપાસ થતો હોય છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આડેધડ ખોટા ખર્ચ કરીને પ્રજા પાસેથી ટેક્સરુપે વસુલ કરેલા નાંણા વેડફી રહ્યા હોવાની પણ બુમરાણ ઉઠી છે.
જીએસટી વિભાગ દ્વારા વર્ષ 2019-20 માટે કરદાતાઓને ટેક્સ, દંડ અને વ્યાજ ભરવા માટેની નોટિસ ફટકારી છે. તેમાં 10 રૂૂપિયાના ટેક્સની વસુલાત માટે પણ નોટિસ ફટકારી હોવાની વિગતો જાણવા મળી છે. શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે પણ કરદાતાઓ દ્વારા ઓનલાઇન જાહેરાત આપી હોય અથવા તો ઓનલાઇન ગેમીંગનો વેપાર કરતા હોય તેવા કરદાતાઓ પાસેથી જીએસટીના નિયમ પ્રમાણે 18 ટકા પ્રમાણે ટેક્સની વસુલાત કરવામાં આવતી હોય છે.

જેથી વિભાગે એસેસમેન્ટ કરીને આવા 2 હજાર કરદાતાઓએ નિયમ પ્રમાણે ટેક્સ ભરપાઇ કર્યો નહીં હોવાનુ રેકર્ડ પર ધ્યાને આવ્યુ હતુ. તે આધારે અધિકારીઓએ કરદાતાઓને ટેક્સ ભરવા માટે નોટિસ મોકલી છે. જોકે કરદાતાને જ્યારે તે નોટિસ મળે છે તે જોઇને જ અચરજમાં મુકાઇ જાય છે. કારણ કે ટેક્સની રકમ 10 રૂૂપિયા ભરવા માટે તાકીદ કરવામાં આવી છે.

Advertisement

કરદાતાને જે નોટીસ મોકલવામાં આવે છે તેમાં ચારથી પાંચ કાગળમાં કયા કારણોસર નોટીસ મોકલવામાં આવી છે તેની વિગતો રજુ કરવામાં આવે છે. આ માટે અધિકારીઓના સમયની સાથે કાગળનો વપરાશ થતો હોય છે. જ્યારે સ્પીડમાં મોકલવાનો ખર્ચ થતો હોય છે. આ તમામના ખર્ચને ગણતરી કરવામાં આવે તો 100 રુપિયા કરતા વધુનો ખર્ચ થઇ જતો હોય છે. નોટીસ મળ્યા બાદ કરદાતા દ્વારા જવાબ મોકલવામાં આવે તો તેનો પણ સમય વેડફાતો હોય છે. જેથી 10 રુપિયાનો ટેક્સ વસુલાત માટે આટલી બધી કાર્યવાહી કરવામાં આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે.

જીએસટી વિભાગ દ્વારા ટેક્સ વસુલાત માટે નોટીસ ફટકારવામાં આવી છે તેમાં એક હજારથી ઓછી રકમ વસુલવા માટે બે હજાર કરદાતાઓને નોટીસ ફટકારી હોવાની હકીકતો જાણવા મળી છે. સામાન્ય સંજોગોમાં પાંચ હજારથી ઓછી રકમનો ટેક્સ વસુલાતના કિસ્સામાં કરદાતા સામે કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જ્યારે હાલમાં જીએસટી વિભાગે જે નોટીસ આપી છે તેમાં સોના કરતા ઘડામણ વધારે થાય તેવી પરિસ્થિતી સર્જાઇ છે. તેમજ આના માટે જીએસટીના કાયદામાં સુધારો પણ કરીને કરદાતાને મામુલી રકમ માટે પરેશાન નહીં કરવા માટેના નિયમો બનાવવામાં આવે તેવો પણ ગણગણાટ થઇ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement