For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, ડૂબેલી દ્વારકાના દર્શનનો લહાવો

12:45 PM Dec 26, 2023 IST | Sejal barot
રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો  ડૂબેલી દ્વારકાના દર્શનનો લહાવો

ગુજરાતમાં ટુરીઝમ ઉદ્યોગને વેગ આપવા સરકાર દ્વારા સહેલાણીઓને જલસા પડી જાય તેવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં અમદાવાદથી રાજ્યના દરેક શહેરને જોડતી હેલિકોપ્ટર સેવાનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવનાર છે. જ્યારે કચ્છના રણ મહોત્સવને રંગીન બનાવવા ઘોરડોના સફેદ રણમાં આજથી વિલેજ થીમ ઉપર લઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત દ્વારકા દરિયામાં ડુબેલી શ્રીકૃષ્ણ નગરીના દર્શન માટે આગામી સમયમાં સબમરીન શરૂ કરવામાં આવનાર છે.
રણમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો
સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયનરમ્ય નજારો જોવા મળશે, અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે.
આજથી આ લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રાસંગિક ઉદ્બોધન બાદ મુખ્યમંત્રી તેમજ મંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. કચ્છના ધોરડોમાં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે.
ડૂબેલી દ્વારકાના દર્શન કરી શકાશે
ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડુબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઇ શકશે. આ માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રોજેક્ટને શરૂૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે, આની ઓફિશિયલ જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત છે કે, સબમરીનની આ એક ટ્રિપ બે કલાકથી વધુની હશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રૂ મેમ્બર સાથે સફરમાં જઇ શકશે.
ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી જે અરબી સમુદ્રમાં ડુબી ચૂકી છે, જેના પણ હવે હરિ ભક્તો દર્શન કરી શકશે. સમાચાર મળી રહ્યાં છે કે, ભગવાન શ્રી કૃષ્ણની ડૂબેલી દ્વારકાના દર્શન સબમરીનની મદદથી થશે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં જઈને દર્શન થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાવ ડોક શિપયાર્ડ કંપની વચ્ચે ળજ્ઞી થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ એમઓયુની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત છે કે, દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement