યુવતી સાથે દુષ્કર્મ ગુઝારી હત્યા નિપજાવવાના કેસ આરોપીને આજીવન કેદ
ધુવાવ ગામે ભિક્ષુક યુવતીની હત્યા નિપજાવેલ
જામનગર નજીકના ધુવાવ ગામ માં ભિક્ષાવૃત્તિ કરતી એક યુવતી ને ખાવા નું આપવાના બહાને લઈ ગયા પછી તેણી સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા નીપજવવા ના બે વર્ષ પહેલા નાં કેસમાં આરોપી ને આજીવન કેદની સજા નો અદાલતે હુકમ કર્યો છે. ધુંવાવ ગામમા રહેતી અને ભિક્ષાવૃત્તિ કરતી યુવતી ને તાં. 12/9/2022 નાં રોજ ખાવાનું અપાવી દેવાના બહાને જુસબ ઉર્ફે કારો ચોર અબ્બાસભાઇ કક્કલ પોતાના મોટર સાયકલ મા થોડે દૂર લઈ ગયો હતો. અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાદમાં તેણીની હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. આ દુષ્કર્મના અને હત્યા ના બનાવ અંગેની કલમ મુજબ પોલીસે ગુનો નોંધી આરોપી ની ધરપકડ કરી હતી.
આ અંગે નો કેસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી. પી. અગ્રવાલની અદાલતમાં ચાલી જતાં તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે આરોપી ને હત્યા ની કલમ ના કેસ માં આજીવન કેદની સજા અને દુષ્કર્મ ની કલમ ના કેસ માં 20 વર્ષ ની જેલ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.