For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંદબુદ્ધિના 12 વર્ષના તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને આજીવન કેદ

06:09 PM Mar 21, 2024 IST | Bhumika
મંદબુદ્ધિના 12 વર્ષના તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને આજીવન કેદ
  • શિક્ષિકા નોકરી ઉપર ગયા બાદ કચરા-પોતા કરવા આવેલા શખ્સે બાળકની એકલતાનો લાભ લઇ હવસ સંતોષી

શહેરમાં ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષના તરુણ સાથે હાઉસ કિપિંગનું કામ કરતા શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા કોર્ટે આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને આજીવન સખત કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળકને રૂપિયા બે લાખનું વળતર કાનૂની સેવા સત્તા મંડળને ચૂકવવા હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષક સ્કૂલમાં ગયા હતા. ત્યારે તેમનો મંદબુદ્ધિનો બાર વરસનો પુત્ર ઘરે એકલો હતો ત્યારે કચરા પોતા કરવા આવેલા વિજય શૈલેષભાઈ મકવાણા (રહે. કણકોટ પાટીયા પાસે રાજકોટ)એ મંદબુદ્ધિના સગીર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. માતા સ્કૂલેથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના સગીર વયના દીકરાએ તેમની ભાષામાં માતાને આપવીતી વર્ણવી હતી. પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચનાર શખ્સ વિરુદ્ધ શિક્ષિકાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિજય મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ થયા બાદ પોક્સો અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોકટર, તપાસ અધિકારી અને મંદબુદ્ધિના સગીર બાળકની તેમની ભાષા સમજી શકે તેવા સ્કૂલના આચાર્યની હાજરીમાં જુબાની, દસ્તાવેજી પુરાવા અને સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને આજીવન સખત કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળકને રૂૂપિયા બે લાખનું વળતર કાનૂની સેવા સત્તા મંડળને ચૂકવવા હુકમ કર્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement