For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ અગ્રણી કાઠીબંધુઓની હત્યાના 9 આરોપીઓને આજીવન કેદની સજા

06:03 PM Mar 13, 2024 IST | Bhumika
ભાજપ અગ્રણી કાઠીબંધુઓની હત્યાના 9 આરોપીઓને આજીવન કેદની સજા
  • લીલિયાના ગુંદરણ ગામે નવ વર્ષ પૂર્વે જૂની અદાવતમાં 10 આરોપીએ સગા બે ભાઈઓની કરણપીણ હત્યા કર્યાના કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

લીલીયા તાલુકાના ગુંદરણ ગામે નવ વર્ષ પૂર્વે વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી કાઠી બંધુની જુની અદાવતમાં કરપીણ હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા નવ હત્યારાને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.20-20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ લીલીયા તાલુકાના ગુંદરણ ગામે રહેતા વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ પવનભાઈ ખુમાણ અને તેના ભાઈ અજીતભાઈ પવનભાઈ ખુમાણ તા.30-11-2013ના રોજ ગુંદરણ ગામે સરકારી ગોડાઉનના ચાલતા બાંધકામની સાઈટ ઉપર સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં હાજર હતાં ત્યારે ભરતભાઈ ખુંમાણે અગાઉ કરેલ પોલીસ ફરિયાદનો ખાર રાખી આરોપી મામદ નુરમામદ દલ, ઈમરાન મામદભાઈ દલ, ખાલીદ મામદભાઈ દલ, સલીમ અબ્દુલભાઈ દલ, હકીમ નુરમામદભાઈ દલ, દિનમહંમદ ભીખુભાઈ દલ, યુનુસ મનુભાઈ લાખાપોટા, સુમાર અબ્દુલભાઈ દલ, ઉસ્માન નુરમામદભાઈ દલ અને ઈસ્માઈલ ઉર્ફે મુન્નો યુનુસભાઈ લાખાપોટા પૂર્વ આયોજીત કાવતરું રચી બંદૂક, તલવાર, ધારીયા અને કુહાડી જેવા તિક્ષ્ણો હથિયાર સાથે ધસી આવ્યા હતાં અને કાઠી બંધુ ભરતભાઈ ખુમાણ અને અજીતભાઈ ખુમાણ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી હતી. કાઠી બંધુની હત્યા કરનાર હત્યારા વિરૂધ્ધ દકુભાઈ ગીગાભાઈ જેબલીયાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા મળતાં તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. જે કેસ સાવરકુંડલા કોર્ટમાં ચાલવા ઉપર આવતાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે અને મુળ ફરિયાદી વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને દલીલોને ધ્યાને લઈ સાવરકુંડલાના એડીશ્નલ સેસન્સ જજ ડી.એસ.શ્રીવાસ્તવે આરોપી મામદ દલ, ખાલીદ દલ, સલીમ દલ, હકીમ દલ, દિનમહંમદ દલ, યુનુસ લાખાપોટા, સુમાર દલ, ઉસ્માન દલ, ઈસ્માઈલ ઉર્ફે મુન્નો લાખાપોટાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.20-20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર વતી સ્પેશ્યલ પી.ટી.અનિલભાઈ દેસાઈ અને મુળ ફરિયાદી વતી એડવોકેટ નિતેશ કથીરીયા રોકાયા હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement