For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લ્યો કરો વાત, હવે અમદાવાદના બસ સ્ટેન્ડમાંથી આખી એસ.ટી.બસ ચોરાઇ ગઇ

01:08 PM Feb 16, 2024 IST | Bhumika
લ્યો કરો વાત  હવે અમદાવાદના બસ સ્ટેન્ડમાંથી આખી એસ ટી બસ ચોરાઇ ગઇ

ગુજરાતમાં સરકારી વાહનોની ચોરીના બનાવો વધી રહ્યા હોય તેમ તાજેતરમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પી.આઇ.ની જીપની ઉઠાંતરીની ઘટના બાદ હવે અમદાવાદના બસ સ્ટેશનમાંથી આખી સરકારી બસ ચોરાઇ જવાની ઘટના બનતા ભારે ચકચાર જાગી છે. જો કે, પાછળથી દહેગામ નજીકથી ચોરાયેલી બસ મળી આવી હતી અને અસ્થિર મગજના યુવાને આ પરાક્રમ કર્યાનું ખુલ્યુ હતુ. સદનશીબે આ પાગલે કોઇ અકસ્માત સર્જયો ન હતો.હકીકતમાં નરોડા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ધોળા દિવસે એસટી બસની ચોરી થઈ જતાં એસટી વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા.આ મામલે નરોડા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કે, એસટી ડેપોમાંથી આખેઆખી બસ કેવી રીતે ચોરાઈ જાય?

Advertisement

આખરે એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોરાયેલી એસટી બસ બે કલાકની ભારે શોધખોળના અંતે દહેગામથી મળી આવી હતી. જેથી એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક દહેગામ દોડી આવ્યા હતા. જ્યાં તેમણે ચોરી થયેલી બસ જ હોવાની પુષ્ટિ કરી હતી. જ્યારે ચોરીની બસમાં એક વ્યક્તિ પણ બેઠેલો હતો. પ્રાથમિક તપાસમાં બસની ચોરી કરનાર યુવક માનસિક અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું છે.હાલ તો પોલીસે યુવકની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષા સામે સવાલ જરૂૂર ઉભા કરી દીધા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement