For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચલો સ્કૂલ ચલે હમ...આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા

02:44 PM Jun 09, 2025 IST | Bhumika
ચલો સ્કૂલ ચલે હમ   આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા

Advertisement

આશરે દોઢ માસના વેકેશન પિરિયડ બાદ આજરોજ સોમવારથી રાજ્યની મોટાભાગની શાળાઓ મહદ અંશે રીતે શરૂ થઈ છે. ત્યારે આજથી શરૂ થયેલા શૈક્ષણિક ક્ષેત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ - બાળકો પણ સવારથી રાબેતા મુજબ શાળાએ પહોંચ્યા હતા.

Advertisement

આજે સોમવારે ખંભાળિયા સહિત જિલ્લાની તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. ત્યારે નાના ભૂલકાઓથી માંડીને હાઈસ્કૂલ સુધીના વિદ્યાર્થીઓએ આજથી વેકેશન પૂર્ણ થતા નિયત સમયે શાળાઓમાં પ્રવેશ કર્યો છે. શાળા સંચાલકો દ્વારા ખાસ કરીને નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી, બાળકોના મોં મીઠા કરાવ્યા હતા. સાથે સાથે કેટલાક સ્થળે બાળકોને ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરી, શાળા પ્રત્યે આકર્ષણ અને લાગણી વધે તેવી પ્રવૃત્તિઓ સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરાવાયું હતું.
બાળકોએ પણ સ્વેચ્છાએ શાળાના ગણવેશ ધારણ કરી, માતા-પિતા અને ગુરુના આશીર્વાદ લઇને હોંશભેર શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement