For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિંદુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ, આપણે એક થવાની જરૂર: નીતિન પટેલ

03:48 PM Dec 20, 2023 IST | Sejal barot
હિંદુઓમાં એકતા ઓછી અને જ્ઞાતિવાદ વધુ  આપણે એક થવાની જરૂર  નીતિન પટેલ

મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંસગી મેળો યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રસંગે હિન્દુઓને લઈને મોટુ નિવેદન આપ્યુ હતું. તેમણએ કહ્યું હતું કે, હિન્દુઓમાં એકતા ઓછી છે અને જ્ઞાતિવાદ વધુ છે.
આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂૂર છે. તેમણે છોકરીઓની ઓછી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણા દરેક સમાજમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ એક ચિંતાનો મોટો વિષય છે.
આ કાર્યક્રમમાં નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશે કહ્યું કે, અમિત શાહ ‘સિંહ’ છે. વૈષ્ણવ સમાજે ભારતને ‘સિંહ’ આપ્યો છે. અને આ ‘સિંહ’ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈનો જમણો હાથ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાઈ પણ છે. મહેસાણાના કડી ખાતે સમસ્ત વૈષ્ણવનો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જેમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement