દીપડાએ એક કાળિયારને ફાડી ખાતા સાત ફફડીને મરી ગયા
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂણ પાણેશ્વરના જંગલોમાં એક હેરાનીભરી ઘટના સામે આવી હતી. મોતથી નહીં પરંતુ મોતના શોકના એક નહીં પરંતુ 8 પ્રાણીઓના મોત થયાં છે. શૂણપાણેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં રવિવારે એક દીપડાએ કાળિયારનો શિકાર કર્યો હતો અને આ જોઈને બીજા 7 કાળિયારના મોત થયાં હતા એટલે કાળિયાર મોતથી નહીં પરંતુ પોતાના સાથીને દીપડાં દ્વારા મરાતું જોઈને કાળિયાર મોતને ભેટ્યાં હતા.
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડો કેવડિયા ફોરેસ્ટ ડિવિઝનની સીમમાં આવેલા ઉદ્યાનની વાડવાળી સીમાઓ તોડી દીપડો ઘાસચારાના બિડાણમાં પ્રવેશ્યો હતો જ્યાં તેણે ટોળામાં ચરી રહેલા એક કાળિયાર પર હુમલો કર્યો અને મારી નાખ્યો, આ જોઈને ટોળામાં સાત કાળિયારને આઘાત લાગ્યો હતો અને તે પણ તરત મૃત્યુ પામ્યા હતા.વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે તમામ આઠ શબની પોસ્ટમોર્ટમ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.નાયબ વન સંરક્ષક (ઉઈઋ) અગ્નેશ્વર વ્યાસે એવું કહ્યું કે આસપાસના જંગલોમાં દીપડાની હિલચાલ સામાન્ય છે, પરંતુ સફારી પાર્કમાં દીપડાના શિકારની પહેલી ઘટના છે. 400 થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા પાર્કનું ચોવીસ કલાક નિરીક્ષણ કરવામાં આવે છે, અને દીપડાની હાજરી લગભગ તરત જ શોધી કાઢવામાં આવી હતી. સુરક્ષા કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા, અને તેમની કાર્યવાહીથી દીપડો ભાગી ગયો હતો.