ઉનાના મોઠા ગામની સીમમાં દીપડાનો મૃતદેહ મળ્યો: તપાસ
11:41 AM Jul 20, 2024 IST
|
admin
Advertisement
પીએમ માટે એનિમલ કેરમાં ખસેડાયો
Advertisement
ઉના તાલુકાના મોઠા ગામની સીમ પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવેલ. આ અંગે વન વિભાગે જાણ થતાં ઘટના સ્થળે જઇ દીપડાના મૃતદેહનો કબ્જો લઈ જશાધાર એનિમલ કેર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ છે.
મોઠા ગામની સીમ વિસ્તારમાં રહેતાં ખેડૂત ભરતભાઈ મુંજાભાઈની વાડીની બાજુમાં એક દિપડો મૃત હાલતમા જોવા મળ્યો હતો. દીપડાના મોતનું કારણ અકબંધ હોય વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીપડો બીમારીથી કે પછી અન્ય કોઈ કારણથી મોત નિપજ્યું તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. આ દિપડો અંદાજે 2 થી 3 વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.