મહુવાના કસાણ ગામમાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલો
02:17 PM Mar 26, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કસાણ ગામમાં દીપડાએ એક 7 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ બાળક વાડીમાં હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આસપાસના લોકોની બૂમાબૂમથી દીપડો ભાગી ગયો હતો.
હુમલામાં બાળકને માથા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે ગુંદાણા ગામના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે તેને રજા આપી દીધી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હાજરી જોવા મળી રહી છે. અનેક ખેડૂતોએ પણ દીપડાને જોયાનું જણાવ્યું છે. જો કે આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે આ વિસ્તારમાં દીપડાની હલચલ પર નજર રાખવી જરૂૂરી બની ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.