ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરનાં વડસર નજીક બે યુવાનો પર દીપડાનો હુમલો: બન્ને સારવારમાં

11:19 AM Aug 12, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

જડેશ્ર્વર મહાદેવ મંદિરના મેળામાંથી પરત ફરતા’તા ત્યારનો બનાવ

Advertisement

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરનિ સાનિધ્યમાં આજથી સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનો પ્રારંભ થયો હોય, ત્યારે આજે રાત્રીના મેળામાંથી પરત આવતા બે યુવાનો પર રસ્તામાં વડસરના ડુંગરાળ વળાંક પાસે દિપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં બંને યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો હોય ત્યારે, સાંજના 8:30 વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો. જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (ઉ.વ. 21, રહે. વાંકાનેર) અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી. જેમાં બંને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઇજાઓ પહોંચાડતા બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Tags :
gujaratgujarat newsLeopard attackvakanervakanernews
Advertisement
Advertisement