For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાના મવાની કરોડોની જમીનમાં કોર્પોરેશનને કાનૂની ફટકો

05:51 PM Mar 18, 2024 IST | Bhumika
નાના મવાની કરોડોની જમીનમાં કોર્પોરેશનને કાનૂની ફટકો
  • જમીનના મૂળ માલિકો દ્વારા કરવામાં આવેલ દાવો રદ કરવાની કોર્પોરેશનની માગણી ફગાવતી સિવિલ કોર્ટ
  • 118 કરોડમાં વેચેલી જમીનમાં અંતે ખડુ થયું, હરાજી કે કોઇપણ રીતે જમીનનો નિકાલ ન કરવાનો મુળ માલિકનો દાવો પણ દાખલ

રાજકોટના નાનામવા સર્કલ પાસે તાજેતરમાં મહાનગર પાલિકાએ 9438 મીટરના રૂા.118 કરોડમાં વેંચેલા પ્લોટનો સોદો વિવાદો વચ્ચે રદ કરવામાં આવ્યા બાદ હવે આ પ્લોટના કાનુની વિવાદમાં મહાનગરપાલિકાને પછડાટ મળી છે અને કરોડોની કિંમતના આ પ્લોટમાં મુળ જમીન માલિક પરસાણા પરિવારે કરેલો દાવો રદ કરવા મહાનગરપાલિકાએ સિવિલ કોર્ટમાં કરેલી અરજી કોર્ટે નામંજુર કરી દીધી છે. આ ઉપરાંત સોનાની લગડી જેવી આ જમીનનો હરરાજી કે અન્ય કોઇપણ રીતે નિકાલ ન કરવા મુળ માલિકનો માગણી કરતો દાવો પણ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ છે.

Advertisement

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ શહેરના પોસ વિસ્તાર નાનામવા સર્કલ સ્થિત નાનામવા ટી.પી.સ્કીમ નં.3 ના ફાઈનલ પ્લોટ નં.4 ની જમીન કુલ જમીન ચો.મી.1144400 શોપીંગ સેન્ટરના હેતુ માટે સામેલ કરેલ છે. આ એફ.પી.નં.4 ની કુલ જમીન ચો.મી. 1144400 પૈકી જમીન ચો.મી.9438-00 હાલમાં પ્રતિવાદી નં.1 રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વાણીજય હેતુની દર્શાવી હરરાજીથી નિકાલ કરવાની કાર્યવાહી કરેલ હતી. આ મીલ્કત ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ, 1976 તથા અન્ય કોઈ કાયદા હેઠળ પ્રતિવાદી નં.1 રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનને વેચાણ કે અન્ય કોઈપણ રીતે નિકાલ કરવાની સતા કે અધિકાર આવેલ નથી.

ગુજરાત રાજયની કોઈપણ ટી.પી.સ્કીમ હેઠળ રાખવામાં આવતા રીર્ઝવેશનવાળા પ્લોટ અંગે ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ, 1976 હેઠળ કરવામાં આવેલ જોગવાઈનો મન ફાવે તે રીતે અર્થઘટન કરી અને મન ફાવે તે રીતે ખાનગી માલીકોની જમીનનો ઉપર કહેવાતા વિકાસ, આયોજન તથા પ્લાનીંગના નામે જે દબાણ કરવામાં આવી રહેલ છે અને કાયદાની જોગવાઈનો મનફાવે તે રીતે અર્થઘટન કરીને વેચાણ તથા અન્ય રીતે નિકાલ કરીને અબજોના અબજો રૂૂપીયા મેળવી તેનો ગેરઉપયોગ કરવામાં આવે છે જેની સામે ઉપરોકત કેસ મુળ જમીન માલીક અમૃતલાલ છગનભાઇ પરસાણાના વારસદારો દ્વારા સીવીલ કોર્ટમાં દાખલ કરી તંત્ર સામે આ મીલ્કત વેચાણ કે ભાડાભટ્ટે કે અન્ય કોઈ પણ પ્રકારે આગળની કોઈ કાર્યવાહી કરે, કરાવે નહી તેવો કાયમી તથા વચગાળાનો કામ ચલાઉ મનાઈ હુકમ આપવા વિનંતી કરતો દાવો કરવામાં આવેલ છે. જે દાવાના કામે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-1976 ની કમલ-105ની જોગવાઈ હેઠળ વાદીનો દાવો રદ કરવા અરજી આપેલ હતી. ખરી હકીકતમાં વાદી દ્વારા ટી.પી.સ્કીમની કોઈ કાર્યવાહીને ચેલેન્જ કરવામાં આવેલ ન હોવા છતા કોર્ટમાં ખોટી હકીકત દર્શાવી અને કાયદાની જોગવાઈનુ ખોટું અર્થઘટન કરીને ઉપરોકત જોગવાઈ હેઠળ દાવો રદ કરવાની અરજી કરવામાં આવેલ હતી. જે સીવીલ કોર્ટે નામંજુર કરેલ છે. આ સંજોગોમાં વાદીનો દાવો ગુણદોષ પણ ચાલુ રહેવા પામેલ છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મહાનગર પાલીકાએ આ 150 ફુટ રીંગ રોડ, નાનામવા ચોક સ્થિત જમીન હરરાજી રદ કરવાનુ અને બીડર દ્વારા ભરવામાં આવેલ તમામ રકમ ફોરફીટ કરવાનો નિર્ણય લીધેલ છે. આ રીતે ખરીદનારે જમા કરાવેલ રકમ જપ્ત કરવા નિર્ણય લીધેલ છે તેમજ રાજકોટ મહાનગર પાલીકાએ લેન્ડ ડીસ્પોઝલ પોલીસી-2002 ની જોગવાઈઓને ઘ્યાને લીધા વગર કાર્યવાહી કરેલ હતી.આ કામમાં વાદી વતી એડવોકેટ રાઘવજી વી. ઘેલાણી તથા રાજેશ એન. મંજુષા તથા ભાવીક આંબલીયા તથા ધવલ મેઘાણી રોકાયેલ છે.

40 ટકા ટીપી કપાતમાં પણ ઘરના નિયમો
ટી.પી.સ્કીમ હેઠળ રાખવામાં આવતા રીર્ઝવેશનવાળી જમીનો અંગે જમીન માલીકોને વળતર આપવાનુ છે અને રીર્ઝવેશન પણ જરૂૂરીયાત મુજબ રાખવાનુ છે. જળની જેમ આંખો અને મગજ બંધ કરીને કાયદામાં કરવામાં આવેલ મહતમ 40% ને વળગી રહેવાનુ નથી, તેમ છતા આમ કરવામાં આવે છે. જયાં રીર્ઝવેશનની જરૂૂરીયાત નથી, વિકાસ નથી, ત્યાં પણ ટી.પી. એકટનો દુરઉપયોગ કરી દબાણ કરીને જમીન રીર્ઝવેશનના નામે કપાત કરી લેવામાં આવે છે. પોતાની મનમાની કરીને જમીન માલીકોની જમીનોમાં મોકાના તથા કોર્નરના પ્લોટો તથા મુખ્ય રસ્તાના પ્લોટો રીર્ઝવેશનમાં રાખી અને માલીકોને અંદરના ભાગે, આકાર વગર અને પુરતી એફ.એસ.આઈ. પણ મળે નહી તેવા પ્લોટો આપવામાં આવે છે. હકકીતમાં કપાત કરવાની કોઈ જોગવાઈ ટી.પી.સ્કીમ હેઠળ આવેલ નથી, તેમ છતા કપાત તથા રીર્ઝવેશન/અનામતનુ નામ આપવામાં આવે છે, જે ખોટુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement