બાયડના સમૂહલગ્નમાં વાવાઝોડું ત્રાટકતાં LED ટાવર તુટ્યો, 4 ઘવાયા
સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠેર ઠેર ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ અનેક ઠેકાણે વાવાઝોડુ પણ ફૂંકાયું હતું. જેમાં લગ્નના મંડપો અને મકાનોના છાપરા ઉડ્યા હતાં. બાયડમાં યોજાયેલા સમૂહ લગ્નમાં વરસાદ વિલન બન્યો હતો. આ દરમિયાન વાવાઝોડું ફૂંકાતા એલઈડી પડી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતાં.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતાં. સમૂહલગ્ન દરમિયાન વાવાઝોડુ ફૂંકાયું હતું. જેમાં એલઈડી પડતા ચાર લોકો ઘાયલ થયા હતાં.આ દરમિયાન મુખ્યમંત્રી તાત્કાલિક સર્કિટ હાઉસ જવા રવાના થયા હતાં. ત્યાંથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતાં.
વાવાઝોડુ ફૂંકાતા સમૂહલગ્નમાં લોકોમાં સામાન્ય દોડોદોડી થઈ હતી. લોકો વરસાદથી પલળી ના જવાય અને વાવાઝોડાથી બચવા ઠેકાણે પહોંચવા મથી રહ્યાં હતાં. આ દરમિયાન મુખ્યમંત્રી પણ ત્યાં હાજર હોવાથી તેઓ ત્યાંથી સર્કિટ હાઉસ ગયા હતાં અને થોડીવાર બાદ સુરક્ષિત રીતે સીએમનો કાફલો ગાંધીનગર તરફ રવાના થયો હતો.