જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.
જસદણ-વિછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું આપી રાજકીય-સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો ફેરાન-પરેશાન છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે નાગરિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે.
કોળી વિકાસ સંગઠન ગુજરાત સ્થાપક અને આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક મુકેશભાઈ રાજપરા, ખેડૂત સેવા સંગઠન ગુજરાત પ્રમુખ જયંતીભાઈ ગોહિલ, પૂર્વ વિછીયા ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાજપરા, પૂર્વ ભાજપ સરપંચ વિછીયા મનુભાઈ રાજપરા, ભાજપ અખિલ ભારતીય કોળી સમાજ અગ્રણી રસિકભાઈ રોજાસરા, પૂર્વ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોરધનભાઈ તાવિયા, ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી ભગીરથભાઈ વાલાણી, ભાજપ પેજ પ્રમુખ લાલાભાઈ રાજપરા, રાજુભાઈ બારૈયા, ભાજપ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટી મહેશભાઈ જોગરાજીયા, ભાજપ સરપંચ, બંધાણી ડસરાજભાઈ ભાલાણ, પૂર્વ ભાજપ ગધાડા સરપંચ બાબુભાઈ મામૈયાં, પ્રમુખ ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાત ભૂપતભાઈ ગોરધનભાઈ સહીત 30 થી વધુ આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ’હાથ સે હાથ જોડો’ અભિયાનના ક્ધવીનર, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી, પ્રવક્તા ડો. નીદિત ખારોટ, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા મનસુખભાઈ સાકરીયા, અવસરભાઈ નાકીય, પ્રવીણભાઈ ગાબુ, વિપુલભાઈ બાવળિયા, સુરેશભાઈ ગીડા, અરવિંદભાઈ સલસાનીયા, ધીરુભાઈ સાયાણી, વિનુભાઈ મેનિયા, રણજીતાભાઈ ગોડિલ અને જ્યોતિબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.