For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે: ગેનીબેન

11:03 AM Mar 10, 2025 IST | Bhumika
નેતાઓ સમાજના નામે ટિકિટ માગી ચૂંટાયા પછી ભૂલી જાય છે  ગેનીબેન

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વીંછીયા કોળી ઠાકોર સમાજના મહાસંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્તમાન ગૃહમંત્રીના કાર્યકાળમાં ગુનાખોરીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Advertisement

ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હું રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે આજે પાંચ-પાંચ વર્ષની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે.પીડિત પરિવારો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. જો આવા બળાત્કારીઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોત તો તેમને અભિનંદન આપત, પરંતુ વર્તમાન ગૃહમંત્રીના સમયમાં જેટલા ગુનાઓ વધ્યા છે તેટલા ભૂતકાળમાં ક્યારેય વધ્યા નહોતા.

પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે પણ ગેનીબેન ઠાકોરે સખત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક સમયે ઙજઈંની બદલી થતી ત્યારે ગામના લોકો તેમને વિદાય આપતા હતા, કારણ કે તેઓ સારી કામગીરી કરતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઙજઈંની બદલી થાય તો બુટલેગરો તેમને ફુલહાર પહેરાવીને સન્માનિત કરતા જોવા મળે છે.

Advertisement

ગેનીબેન ઠાકોરે સરકારમાં બેઠેલા પોતાના સમાજના આગેવાનોને પણ આડે હાથ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે તમે સમાજના નામે જ ટિકિટ લઈ આવો છો. તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો. પરંતુ ચૂંટણીમાં ચૂંટાઈ ગયા પછી તમે સમાજને કેમ ભૂલી જાવ છો?

Advertisement
Tags :
Advertisement
Advertisement