ધ્રોલમા વર્લી ફીચરના હાટડાઓ પર ફરી એલ.સી.બી. ત્રાટકી !
એક જ મહિનામાં જામનગર એલ.સી.બી. એ આ જુગારધામ પર બીજી વખત સ્ટ્રાઇક કરી: વર્લી મટકાનું નેટવર્ક ચલાવતો ભગીરથસિંહ જાડેજા ફરાર
જામનગર જિલ્લા ના ધ્રોલ માં છેલ્લા ત્રણેક વર્ષથી સ્થાનિક પોલીસ ની રહેમ નજર થી જાહેર માં ખુલ્લેઆમ વર્લી મટકા નો જુગાર ધમધમી રહ્યો હતો જેને અંતે જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે ફરી એક વખત દરોડો પાડીને એક બુકીને ઝડપી પાડયો છે અને આ નેટવર્ક ચલાવતો ભગીરથસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે.
એક જ મહિનામાં જામનગર એલ.સી.બી એ બીજી વખત આ જુગારધામ પર ત્રાટકીને સ્થાનિક પોલીસની સક્રિયતા ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે.સાથોસાથ ગુજરાત મિરર ના અહેવાલ ઉપર પણ મ્હોર લાગી ગઈ છે.
ગત માસ જ્યારે આ વર્લી ના જુગારધામ પર એલ.સી.બી એ રેઈડ કરેલ ત્યારે ગુજરાત મિરર માં તા. 11-6-25 ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે શહેરમાં હજુ પણ 3-4 બુકીઓ સક્રિય છે જેને આજે મ્હોર લાગી ગઈ છે.તારિખ 10-7-25 ના રોજ બપોરે જામનગર એલ.સી.બી ના પો.હેડ કોન્સ્ટેબલ મયુદીન ભાઈ અલીમીયા સૈયદ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ ધાનાભાઈ કોડીયાતર વિગેરે સ્ટાફ ના કર્મીઓ સાથે જામનગર જિલ્લા ના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા ધ્રોલ ટાઉન માં ખાટકીવાસ ફુલવાળી રોડ દરજી શેરી પાસે આવતા સાથે ના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુદીન ભાઈ અલીમીયા સૈયદ તથા સ્ટાફ ના પોલીસ કર્મીઓને ખાનગી રાહે હકીકત મળેલ કે અંહી આગળ જાહેર માં રોડ ઉપર મહેમુદ ઉર્ફે મનુ દાઉદ ભાઈ મરછીયા ધ્રોલ વાળા જાહેર માં વર્લી મટકા ના આંકડા લખી જુગાર રમી રમાડી પૈસા ની હાર જીત કરે છે.
તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા એક ઈસમ હાથમાં બોલપેન તથા કાગળ ની કાપલી માં કંઈક લખતા જોવા મા આવતા તુરત જ મજકુર ઈસમ ને પકડી લઈને મજકુર નું નામ ઠામ પુછતા મહેમુદ ઉર્ફે મનુ દાઉદ ભાઈ મરછીયા જાતે મેમણ ઉ.વ. 52 રહે ખાટકીવાસ ફુલવાળી રોડ દરજી શેરી પાસે ધ્રોલ જીલ્લો જામનગર મો નં 8238245984 વાળા હોવા નુ જણાવેલ જેથી મજકુર ના હાથ માં જોતા કલ્યાણ ઓપન ના વર્લી મટકા ના આંકડા લખેલા હતા મજકુર ની અંગ જડતી માં 6480 રુપિયા રોકડા અને એક મોબાઇલ ફોન કિંમત રૂૂ 1000 મળીને કુલ 7480 રુપિયા નો મુદ્દામાલ કબજે કર્યો હતો મજકુર ને આ વર્લી મટકા ના આંકડા વિશે પુછપરછ કરતા પોતે આ વર્લી મટકા ના આંકડા ભગીરથસિંહ જાડેજા રહે. મોરારદાસ ખંભાળિયા તા.જી જામનગર મો. નં. 9638180080 વાળા ને કપાત કરાવતો હોવાનું જણાવેલ જેથી આ બંન્ને ઈસમો વિરૂૂદ્ધ જુગાર ધારા કલમ 12(અ) મુજબ નો ગુન્હો નોંધી ભગીરથસિંહ જાડેજા ને ફરાર જાહેર કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.