ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયાના ભારા બેરાજા ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબી ત્રાટકી

11:56 AM Sep 15, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયા તાલુકાના ભારા બેરાજા ગામે ગત સાંજે એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી અને આ ગામના જીતુ રણમલ રૂૂડાચ નામના ગઢવી શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડામાંથી મહિલા એક મહિલા સહિત 10 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ દરોડામાં રૂૂપિયા 6.63 લાખની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 13.39 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા જુગાર સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ રવિવારે એલસીબીની ટીમ દ્વારા એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, ખીમાભાઈ કરમુર અને પરેશભાઈ સાંજવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે 24 કિલોમીટર દૂર ભારા બેરાજા ગામે રહેતા જીતુ રણમલ રૂૂડાચ નામના 45 વર્ષના ગઢવી શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા મકાનમાં પોતાના અંગત કાયદા માટે નાલ ઉઘરાવીને ગંજીપાના વડે રમાડાતા જુગારના અખાડા પર રવિવારે સાંજે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન પોલીસે જીતુ રણમલ રૂૂડાચ, રાકેશ લખમણ નકુમ (રહે. ગઢકા), જયસુખ માધા કણજારીયા (રહે. દ્વારકા), ઘેલુ વેરશી ભુવા (રહે. મોટા માંઢા), ડાડુ કરણા ભાટિયા (રહે. જામનગર), કમલેશ વેરશી ભુવા (રહે. મોટા માંઢા), હરદાન મેઘા રૂૂડાચ (રહે. ભાડથર), ગોપાલ હરી જામ (રહે. જામનગર), રીધ્ધીબેન વિપુલ ચૌહાણ (રહે. જામનગર) અને અરસી સામત નંદાણીયા (રહે. જામનગર) નામના 10 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે જુગારીઓ પાસેથી રૂૂ. 6,63,200 ની રોકડ રકમ ઉપરાંત રૂૂ. 1,76,000 ની કિંમતના 10 નંગ મોબાઈલ ફોન તેમજ રૂૂપિયા પાંચ લાખની કિંમતની એક આર્ટિગા મોટરકાર સહિત કુલ રૂૂપિયા 13,39,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરની ફરિયાદ પરથી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. વી.એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના અરજણભાઈ ચંદ્રવાડીયા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ખીમાભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, મયુરભાઈ ગોજીયા, પુરીબેન સરઠીયા, સચીનભાઈ નકુમ અને વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Tags :
Bhara Beraja villagegujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsLCB raid
Advertisement
Next Article
Advertisement