રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટેબલના ડખામાં વકીલોની એકતા ખંડિત: ડિ.જજની કમિટીમાંથી એક જૂથના રાજીનામાં

04:22 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

નવી કોર્ટ બિલ્ડિંગમાં ટેબલના પ્રશ્નોને લઈ ચાલી રહેલા વિવાદમાં હવે વકીલો વચ્ચે રહેલો જૂથવાદ પણ સામે આવ્યો છે. ટેબલના વિવાદને ઉકેલવા માટે ડીસ્ટ્રીક જજ દ્વારા રચવામાં આવેલી કમીટીમાંથી ચાર વકીલો દ્વારા રાજીનામાં આપી દેવામાં આવ્યા હતા. જેમના નિર્ણયને વકીલોએ બિરદાવ્યો છે. જ્યારે આ કમિટીમાંથી જે એડવોકેટેડ રાજીનામાં નથી આપ્યા તેમની સામે વકીલો અસંતોષ દર્શાવી રહ્યા છે. 200 થી વધુ વકીલોએ સહી કરી બાર એસોસિએશનના પ્રમુખને આવેદનપત્ર પાઠવી આ એડવોકેટ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. રાજકોટમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ ફાળવણી સહિતની અન્ય સુવિધા અને વકીલોની અગવડતા અંગેની તમામ કાર્યવાહી કરવા રાજકોટ બાર એશો. દ્વારા મળેલી અસાધારણ સભામાં બારના હોદેદારો સાથે રહીને સીનીયરો વકીલોની કમીટીની રચના કરવામા આવી હતી. ત્યાર બાદ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા કરેલ કચેરી આદેશની રાજકોટ બાર એશો.ને બજવણી કરવામાં આવી હતી. જે કચેરી આદેશમા જણાવેલ કમીટી મેમ્બરમા જે વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સભ્ય વકીલની અસાધારણ સભામા રાજકોટ બાર એશો. દ્વારા સર્વાનુમતે નીમવામાં આવેલી કમીટી સમાવેશ કરવામાં આવ્યો હતો. અને નિમાયેલા સભ્ય વકીલોએ તે સબંધે સંમતી આપી હતી. ત્યારે તે સંજોગોમા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજએ કચેરી આદેશમા દર્શાવેલ કમીટીના સભ્યોની નીમણુક રાજકોટ બાર એશો.ની જાણ બહાર કે વિશ્વાસમા લીધા વગર કરેલ હોય તે સંજોગોમા પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા નીમવામાં આવેલ કમીટી રાજકોટ બાર એશો. ને માન્ય નથી અને બંધનકર્તા નથી એવુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે ઠરાવવામા આવે છે તે દરમ્યાન પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા નીમેલ કમીટીના સભ્ય વકીલ સંજયભાઈ જે. વ્યાસ, પરેશભઈ બી. મારૂૂ, દિલીપભાઈ એમ. મહેતા અને અતુલભાઈ જોષીએ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ દ્વારા નીમેલ કમીટીમાથી રાજીનામા ધરી દીધા હતા. જેની નકલો રાજકોટ બાર એશો.ને આપવામાં આવી છે. ઉપરોકત સંબધે પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા નીમેલ કમીટીમા બાકી રહેલ સભ્યોને રાજકોટ બાર એશો. કોઈપણ પ્રકારની કાર્યવાહીની સતા, હકકો કે અધીકારો આપતુ નથી. પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ દ્વારા નિમવામાં આવેલી કમિટીની કાર્યવાહી રાજકોટ બાર એશો.ના સભ્યો વચ્ચે અંદરો અંદર વૈમનસ્ય, રાગદ્રેષ, તકરાર અને મન દુ:ખ ઉત્પન્ન કરનાર અને રાજકોટ બાર એશો.ને નીચુ દેખાડવાનો હીન કક્ષાનો પ્રયાસ હોવાનો રાજકોટ બાર એશો. ની કમીટી તથા નીમવામા આવેલ સીનીયર એડવોકેટની કમીટી ઠરાવ કરી જણાવ્યું છે.

Advertisement

રાજકોટ બાર એસોસિએશન અને સિનિયર વકીલોની કમિટીની મળેલી બેઠકમાં રાજકોટ બાર એશો.ના પ્રમુખ બકુલભાઈ વી. રાજાણી, ઉપ પ્રમુખ સુરેશભાઈ આર. ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા, મહીલા કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા, કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, કૌશલભાઈ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમીતભાઈ વેકરીયા, નિકુંજ શુકલ, પીયુષભાઈ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી, કમીટી મેમ્બર લલીતસિંહ જે. શાહી, દિલીપભાઈ કે.પટેલ, સંજયભાઈ જે. વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, જયદેવભાઈ જી.શુકલ, જનકભાઈ આર. પંડયા, કેતનભાઈ ડી. શાહ, શ્યામલભાઈ એમ. સોનપાલ, યોગેશભાઈ એ. ઉદાણી અને ગીરીરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

બીજી તરફ જે વકીલોએ કમિટીમાંથી રાજીનામા આપ્યા છે તેમના નિર્ણયને સાથી વકીલોએ બિરદાવ્યો છે. પરંતુ ન્યાયાધીશે નિમેલી કમિટીમાં રહેલા એડવોકેટ અનિલ દેસાઈ, કમલેશ ડોડીયા અને અજય જોશી સામે કાર્યવાહી કરવા માટે 200 થી વધુ વકીલોએ બાર એસોસિએશનને પત્ર લખ્યો છે.

રાજીનામાં આપનાર ચારેય વકીલનો આભાર માનતું બાર એસો.
નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલોના ટેબલ મુદ્દે બાર અને બેન્ચની દ્વારા નિમવામાં આવેલી કમિટીમાંથી એડવોકેટ દિલીપ મહેતા, અતુલ જોશી, સંજય વ્યાસ અને પરેશ મારુએ રાજીનામું આપી દેતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી સહિતની ટીમ દ્વારા રાજકોટ બાર એસોસિએશનના વકીલો સાથે રહેવા બદલ ચારેય એડવોકેટનો આભાર માની ચારેય વકીલોના નામજોગ બાર એસોસિએશન દ્વારા આભાર પત્ર આપવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsrajkotRajkot new courtrajkot news
Advertisement
Next Article
Advertisement