રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલિક નિમણૂક કરવા ધારાશાસ્ત્રીઓની માંગ
રાજકોટમાં નવા સરકારી વકીલોની તાત્કાલીક નીમણુંક કરવા વકીલો દ્વારા મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહીતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
ગુજરાત સરકારના કાયદા મંત્રાલય દ્વારા થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાત રાજયના તમામ જીલ્લા કલેકટરને સુચના આપવામાં આવી હતી. તે અનુસંધાને રાજકોટમાં સરકારી વકીલ માટે ફોર્મ તથા જીલ્લા કલેકટર તથા સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ દ્વારા સંયુકત રીતે ઇન્ટરવ્યુની કામગીરી કરવામા આવી હતી. ત્યારબાદ લાયક ઉમેદવારોની પેનલ કલેકટર દ્વારા કાયદા મંત્રાલયમાં મોકલી આપવામાં આવી છે. તેમ છતા આજદીન સુધી જાહેરાત મુજબ મદદનીશ સરકારી વકીલોની નિમણુંક કરવામાં આવી નથી તે અંગે અનેકવાર યુવા લોયર્સ એશો. અને લીગલ સેલ સહિતના વકીલો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ કોઈ નીમણુંક કરવામાં નથી. રાજકોટના વકીલો દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી છે કે હાલમાં રાજકોટ જીલ્લામાં આશરે છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી નવી મદદનીશ સરકારી વકીલોની નીમણુંક કરવામાં આવી નથી. હાલમાં ફરજ બજાવતા સરકારી વકીલોમાંથી અમુક ગાઈડ લાઈન મુજબની વય મર્યાદા વટાવી દીધેલ હોવા છતાં ફરજ બજાવે છે અને સરકારી વકીલો ઉપરાંત વર્તમાન સરકારી વકીલો સામે અનેક ફરીયાદો અનેક વર્ષોથી સતત થઈ રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી કે કોઈ નવી નીમણુંક કરવામાં આવતી નથી. આમ ચાલુ સરકારી વકીલોની અલગ અલગ ફરીયાદો તથા નીમણુંક અંગે તાત્કાલીક પેન્ડીંગ 2હેલ પ્રક્રિયા પુર્ણ કરી નો રીપીટ થીયરીના ધારા ધોરણો મુજબ નીમણુંક કરવા અને તેમાં નિર્વિવાદી, નીષ્પક્ષ અને સરકારનો પક્ષ સારી રીતે રાખી શકે તેવી નવી નીમણુંકો તાત્કાલીક કરવા વકીલો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ, ગુજરાત ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, ગૃહ સચીવ, ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન, સાંસદ મનસુખભાઈ માંડવીયા, એસ.જયશંકર, પુરૂૂષોતમ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, કુંવરજીભાઈ બાવળીયા, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, સહીતનાને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.