તળાજામાં કાયદાના પાઠ ભણાવી, વકીલે પોલીસને કરી ચેલેન્જ
પોલીસ મથકમાં થયેલ બબાલનો વીડિયો વાઈરલ થતા ભારે ચકચાર, એડવોકેટ દ્વારા વિભાગીય વડાને રજૂઆત
તળાજા પોલીસ મથકની અંદર અસીલ સાથે આવેલા એડવોકેટ અને પોલીસ કર્મીના કાયદાકીય બાબતના વિવાદને લઈ થયેલા સંવાદનો એક વિડિઓ આજે ખૂબ વાયરલ થયો છે.વિડિઓ વાયરલ થયાબાદ બહુ ચર્ચિત વાયરલ થયેલ ઓડીઓ કલીપ બાબતે પોલીસે અરજીના કામે લેવાયેલ યુવતીના નિવેદન બાદ યુવકનું નામ કહેતા યુવકને તળાજા પોલીસે બોલાવ્યો હતો.એકજ મેટર મા વકીલ એ કાયદાકીય રીતેજ ચાલવા ના શબ્દો ઉચ્ચારીને કયા કાયદા મુજબ અટકાયતી પગલાં તમે ભરી શકોછો તેમ પોલીસને ચેલેન્જ કરી હતી.
આજ કેસ મામલે થોડા દિવસ અગાઉ તળાજા પોલીસ મથકે જવાબ આપવા આવેલ જાણીતા વ્યક્તિને લોકઅપમા બેસાડી દેવામાં આવેલ જે બાબતે આગામી સમયમાં પોલીસને કાયદાના સંઘર્ષમા આવવુ પડે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.તળાજા પોલીસ મથકની અંદર પોલીસ અને અસીલ સાથે આવેલ વકીલ બંને એકબીજા સામસામે વિડિઓ ઉતારે અને તે વિડિઓ વાયરલ થાય તેવી પ્રથમ ઘટના બનવા પામછે.કારણકે અહીં વાત હતી કાયદાકીય બાબત અને કાયદાના દાયરામા રહેવાની!. તળાજા જ નહીં ભાવનગર અને છેક પ્રદેશ અને કેન્દ્રકક્ષાના રાજકીય આગેવાનો સુધી પહોંચેલ વિવાદિત યુવતીનું પ્રકરણ અને તેને અનુલક્ષીને વાયરલ થયેલ ઓડીઓ કલીપ ને લઈ તળાજા પોલીસ મથકમા મનુભાઈ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અરજીની બાબત.આ બાબતે ભાવનગરના વકીલ પોતાના અસીલ સાથે તળાજા પોલીસ મથકે આવ્યા હતા.
જેમાં અસીલનું નિવેદન અને તેના અટકાયતી પગલાં લેવા બાબતે કાયદાની જોગવાઈઓને લઈ વિવાદ હતો.વકીલ દ્વારા પોલીસને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુંકે કાયદો કયો છે,મારા અસીલને કઈ રીતે સમન્સ કરી બોલાવવામા આવ્યા.અમે પોલીસને સહકાર આપવામાટે આવ્યા છીએ.વકીલ દ્વારા કાયદો હશે તોજ સહકાર મળશે,એડવોકેટ છું કાયદો જાણું છું,બી.એન.એસ. એસના કાયદામા પ્રિવિઝન ક્યાં આપવામાં આવ્યું છે થી લઈ એડવોકેટ દ્વારા આ મામલે મહુવા વિભાગીય વડાને રજુઆત કરી છે અને આ મામલે રેન્જ અને જિલ્લા પોલીસ વડાને પણ રજુઆત કરવા હોવાના શબ્દો ઉચારતા જોવા મળી રહ્યા છે.સાથે કોગ્નીઝેબલ ગુન્હો બનતો હોય તેવા કોઈજ પુરાવા પોલીસ પાસે ન હોવાની પણ એડવોકેટ વિડીઓમાં ચેલેન્જ કરતા દેખાય છે.વિડિઓ વાયરલ બાબતે તળાજા પો.ઇ એ.બી.ગોહિલને વિડિઓ વાયરલ કરવા બાબતનું કારણ શુંહોય શકે તેવા સવાલ ના જવાબમાં તેઓએ જણાવ્યું હતુ કે આ બાબતે ઉચ્ચ અધિકારીનું માર્ગદર્શન લેવામાં આવશે.
બીજી તરફ આજ અરજીના મામલે થોડા દિવસ પહેલા જાણીતા એક વ્યક્તિને નિવેદન આપવા બોલાવ્યા હતા.તે વ્યક્તિનું કહેવું છેકે પોતાને કલાકો સુધી લોકઅપમા બેસાડી દેવામાં આવ્યાહતા.વર્તન પણ ખરાબ કરવામાં આવ્યું અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.જેને લઈ તળાજા પોલીસને કાયદાના સંઘર્ષમા ઉતરવું પડે તેવા સંકેત મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે એકજ અરજીના કામે વકીલ સાથે નિવેદન નોંધાવા આવનાર યુવકની પોલીસ અટકાયતી પગલા લઈ શકતીનથી જ્યારે આજ અરજીના કામે પોલીસ એક જાણીતા વ્યક્તિના દાવા મુજબ લોકઅપ મા રાખ્યા બાદ અટકાયતી પગલાં પણ લે છે જેને લઈ બહુ ચર્ચિત વાયરલ ઓડીઓ કલીપને લઈ નવો વિવાદ ચર્ચાની એરણે ચડ્યો છે.
