પર્યાવરણ વિભાગની 10 ટીપર ટ્રકનું મેયરના હસ્તે લોકાર્પણ
નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂા.3.99 કરોડના ખર્ચે ખરીદી કરી પર્યાવરણ વિભાગને ફાળવાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની 15મું નાણાપંચની વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી રૂ.3.99 કરોડના ખર્ચે 10(દસ) ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવેલ જેને મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરી લોકાર્પણ કરવામાં આવેલ હતું.
કોર્પોરેશન ખાતે લોકોર્પણ થયેલ આ ટીપર ટ્રકને ફ્લેગ ઓફ કરી લોકાર્પણ પ્રસંગે વિધાનસભા-69ના ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, માધ્યમીક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર પરેશભાઈ આર. પીપળીયા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુંગશીયા, રુચીતાબેન જોષી, જયશ્રીબેન ચાવડા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરઓ વલ્લભ જીંજળા, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, પી.એ.ટુ ડેપ્યુટી મેયર જયદીપ પરમાર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરેલ 14 ક્યુબીક મીટર ક્ષમતાના 10 ટીપર ટ્રકથી જે.સી.બી. સાથે શહેરના ખુલ્લા પ્લોટ, વોકળા સફાઈ, ક્ધસ્ટ્રકશન અને ડીમોલીશન વેસ્ટના નિકાલ કરવાની કામગીરી વધુ સઘન બનશે.