અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની વોલ્વો બસનો પ્રારંભ
એરપોર્ટથી સવારે 6 વાગ્યે ઉપડશે, ભાડુ રૂા.553 નકકી કરાયું
સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ એરપોર્ટ જતા-આવતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂૂ કરાઈ છે. જે એસટી વોલ્વો બસ સાંજે 5:00 કલાકે રાજકોટ એસટી બસ સ્ટેશનથી ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર રાતે 10:00 વાગે પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી વહેલી સવારે 6:00 વાગે બસ ઉપડશે અને રાજકોટ બસ સ્ટેશનથી અમદાવાદ એરપોર્ટ જવા માટે 553 રૂૂપિયા ભાડું રહેશે
જો કે, આ મહત્વપૂર્ણ એસ ટી વોલ્વો શરૂૂ કરતા મુસાફારોમાં આનંદની લાગણી છવાઈ છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી રાજકોટથી અનેક મુસાફરો આવતા હોય છે તેમજ અમદાવાદ એરોપોર્ટથી રાજકોટ જનાર અનેક મુસાફરો હોય છે તેમને આ સુવિધાનો લાભ મળશે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સમાનો પણ નહી કરવો પડે સાથો સાથો સાથ સમયનો પણ બચાવ થશે. હાલમાં એક વખતની મુસાફરીનું ભાડું રૂૂ. 553 નક્કી કરાયું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એસી વોલ્વો બસના રૂૂટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વાયા-નરોડા, ગીતા મંદિર, નહેરુનગર, લીમડી, ચોટીલા હાઈ-વેથી રાજકોટ જશે. મુસાફરો નિગમની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેની વેબસાઈટ છે ૂૂૂ.લતિભિં.શક્ષ પર બુકિંગ થઈ શકશે.