70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ
જામનગર મહાનગર પાલિકાએ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવો પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના હેઠળ, શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને 5 લાખ રૂૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ યોજના હેઠળ, આવક મર્યાદા વગર, 70 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને વડાપ્રધાનના આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડ દ્વારા આરોગ્ય વીમા યોજનાનો લાભ આપવામાં આવશે.જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, આયુષ્માન વયવંદના કાર્ડની મદદથી 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો સમગ્ર દેશમાં આયુષ્માન ભારત પી.એમ.જે.એ.વાય. હેઠળ સંલગ્ન થયેલ હોસ્પિટલોમાં કૌટુંબિક વાર્ષિક રૂૂ. 5 (પાચ)લાખ સુધીની નિયત કરેલ સારવાર દાખલ થવાના કિસ્સામાં મેળવી શકશે.આ કાર્ડ મેળવવા માટે માત્ર આધાર કાર્ડ જરૂૂરી છે. લાભાર્થીનો ફોટો કેપ્ચર કરવામાં આવશે અને આધાર કાર્ડમાં દર્શાવેલ ઉંમરના આધારે 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોનું આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી શકાય છે.
આ કાર્ડ મોબાઇલ એપ્લીકેશન દ્વારા અથવા પીએમજે યોજનાના વેબ પોર્ટલ benefi ciary. nha.gov.in પર જાતે લાભાર્થી નોંધણી કરીને મેળવી શકાય છે. જે લાભાર્થી પોતાની જાતે નોંધણી ન કરી શકે તેવા કિસ્સામાં યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ, ઈ-ગ્રામ (વીસીઇ)/ એન. કોડ એજન્સી (તાલુકા આરોગ્યની કચેરી, કોર્પોરેશન વોર્ડ)ના સેન્ટર પર લાભાર્થીઓ આધાર કાર્ડ રજુ કરીને નોંધણી કરાવી શકે છે.ગુજરાત રાજ્યમાં અંદાજીત 25.89 લાખથી વધુ સિનિયર સિટિઝનોને આ યોજનાનો લાભ મળશે.
રાજ્ય સરકારની હાલની સિનિયર સિટિઝન કેટેગરી હેઠળ 15.67 લાખથી વધુ સિનિયર સિટિઝનની નોંધણી કરી આયુષ્માન કાર્ડ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં બાકી રહેતા અંદાજીત 10.17 લાખ 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આયુષ્માન વયવંદના અંતર્ગત ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,836 લાભાર્થીઓની નોંધણી થયેલ છે. આ યોજનાથી જામનગરના વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે. તેઓ હવે બિમારીના કારણે આર્થિક ભારણ વહન કરવાથી બચી શકશે અને ગુણવત્તાયુક્ત સારવાર મેળવી શકશે.