રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંધકામ ક્ષેત્રના મજૂરવર્ગના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવા ‘ઉમ્મીદ શિક્ષા રથ’નું લોકાર્પણ

05:13 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

વી.એમ.મહેતા ફાઉન્ડેશન દ્વારા રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સહયોગથી સંભવત: ભારતભરમાં પ્રથમ વખત શહેરની જુદી બાંધકામની સાઈટ ઉપર કામ કરતા મજુરવર્ગના ચારથી દશ વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાનો નિર્ધાર જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટિટ્યુશન્સના ચેરમેન ડી.વી. મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ અભિયાન માટે તૈયાર કરવામાં આવેલ બસમાં હરતા ફરતા ક્લાસરુમરુપી ઉમ્મીદ શિક્ષા રથ* નું લોકાર્પણ રાજકોટ કલેકટરના હસ્તે અને રાજકોટના નામાંકિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં તા. 11 માર્ચના રોજ કાલાવડ રોડ સ્થિત એકોલોન્સ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

ઉમ્મીદ શિક્ષા રથના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ કલેકટર પ્રભવ જોશી, બાન લેબ્સ લિ. ના એમ.ડી. મૌલેશભાઇ ઉકાણી, દિકરાનું ઘરના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, રોલેક્સ ઇન્ડિયા લિ. ના એમ.ડી. મનીષભાઈ માદેકા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, જાણીતા મોટીવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા, સર્વાનંદભાઈ સોનવાની, સ્વનિર્ભર શાળા સાંચાલક મંડળના મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, બી. એચ. ગાર્ડી ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો વિમલ પટેલ, વી. એમ. મહેતા આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ ડો. ગીરીરાજસિંહ ગોહિલ, એલ. આર. શાહ હોમિયોપેથ કોલેજના પ્રિન્સિપાલ ડો. અરવિદ ભટ્ટ. એચ. વી. મહેતા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. આશિષ ગૌતમ, બી. એચ. ગાર્ડી એમ.બી.એ. કોલેજના ડાયરેક્ટર નિલેશ અંકલેશ્વરિયા અને ભરતભાઈ તંતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ શિક્ષા રથના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ કલેકટર પ્રભવ જોશી એ જણાવ્યું કે વી. એમ. મહેતા પરિવાર દ્વારા આ વિચારબીજનું આરોપણ થતાં તેમણે જોયું ત્યારે તેમણે અત્યંત આનંદની લાગણી અનુભવી હતી અને આશા સેવી કે આ પ્રોજેક્ટ હકારાત્મક રીતે આગળ વધીને રાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ પામે. ત્યારબાદ શૈલેષભાઈ સગપરિયા એ જણાવ્યું હતું કે શિક્ષણનું મહત્વ માપવું અશક્ય છે કારણ કે શિક્ષણનું દાન સૌથી મહાન દાન છે અને આ વિદ્યાદાન થકી શરૂૂ કરવામાં આવેલ ઉમેદ શિક્ષણ રથ થકી અનેક બાળકોના જીવનમાં જ્ઞાનરૂૂપી પ્રકાશ ફેલાશે અને તેમના ભવિષ્યને પ્રકાશિત કરશે.
આ સમારંભમાં ઉપસ્થિત સર્વે અતિથીઓ અને મહાનુભાવોનું સ્વાગત કરી જીનિયસ ગ્રુપના ચેરમેન અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા ઉમ્મીદ શિક્ષા રથ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા મજદૂરોના બાળકો પ્રારંભિક શિક્ષણ પણ મળી શકતું નથી. એક સર્વે મુજબ રાજકોટ શહેરમાં રાજકોટ શહેરની બાંધકામ ક્ષેત્રની નાની- મોટી આશરે 2000 જેટલી સાઇટ પર લગભગ 6000 થી વધુ શ્રમિકોના ચાર થી દશ વર્ષનાં બાળકો પાયાના અક્ષર જ્ઞાનથી વંચિત છે. આ અભિયાનના પ્રથમ તબક્કામાં ફાઉન્ડેશન દ્વારા પ્રથમ 150 બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસનો તમામ ખર્ચ અને એસ.વી.એમ.એમ. શિક્ષા રથનો ખર્ચ પણ ઉઠાવવામાં આવશે. આ તમામ બાળકોને જરૂૂરિયાત મુજબ ટેકસબુક, નોટબુકસ, યુનિફોર્મ, સ્ટેશનરી, સ્કુલ બેગ તેમજ જસ્ટી એવી તમામ પ્રકારની સુવિધા નિ:શુલ્ક પૂરી પાડવામાં વી.એમ. મહેતા ફાઉન્ડેશન કે જે જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રેરિત છે તેમના દ્વારા કરવામાં આવશે. એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા તથા એસોશિએશનના સભ્યો દ્વારા આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ પુરો પાડવાની ખાતરી આપવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટ બિલ્ડર એસોસિએશનના સભ્યોને પણ રાજકોટ વિસ્તારમાં કાર્યરત બાંધકામની સાઈટ પર આવા બાળકો કે જેને શિક્ષણની જરૂૂર છે તેની વિગતો આપી શકે તે માટેની વેબસાઈટનું પણ અનાવરણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. જેની લીંક વિિંાં://ીળયયમતવશસ તવફફિવિં.જ્ઞલિ/ અહીં આપવામાં આવેલ છે. આ ઉમ્મીદ શિક્ષા રથ પ્રોજેક્ટને સફળ બનાવવા સમગ્ર વી.એમ મેહતા પરિવાર, જય મેહતા, દર્શન પરીખ, ડિમ્પલ મેહતા, દૃષ્ટિ ઓઝા, મનિદર કીર કેશપ, ચાર્મી જસાણી અને શ્રીકાંત તન્ના દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement