મનપાની નવી મોબાઈલ એપ્લિકેશન JMC CONNECTનું લોન્ચિંગ
જામનગર મહાનગરપાલિકાએ શહેરીજનો માટે એક નવી આધુનિક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન દ્વારા શહેરીજનો હવે જામનગર મહાનગરપાલિકાની તમામ સેવાઓ આંગળીના ટેરવે મેળવી શકશે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ સંસદ સભ્ય પુનમબેન માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના તમામ શહેરીજનોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 11/09/2024 ના રોજ સાંજે 7:00 કલાકે રણમલ લેક, ગેટ નં. 1, જામનગર ખાતે યોજાયો હતો. આ એપ્લિકેશન દ્વારા શહેરીજનો હવે ઘર બેઠા જામનગર મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ્લીકેશન દ્વારા શહેરીજનો હવે પાણીના બિલો, વીજળીના બિલો, પ્રોપર્ટી ટેક્સ અને એસ્ટેટ બિલની ચૂકવણી કરવી ઘણી સરળ બની જાય છે કારણ કે તે નાગરિકોને તેમના બિલની ચૂકવણી માત્ર થોડી ક્લિક્સ સાથે કરવાની મંજૂરી આપે છે! નજીકના સ્થળો જાણવા માંગો છો? વ્હોટ્સ નીયર મી તમને સાર્વજનિક શૌચાલય, પોલીસ સ્ટેશન, પેટ્રોલ પંપ, ટેક્સી સ્ટેન્ડ, હોસ્પિટલ વગેરે જેવા નજીકના સ્થળો શોધવાની મંજૂરી આપે છે. ફરિયાદો, નાગરિકો સ્વચ્છતા શાખા, ઉંખઈ બિલ્ડીંગ મેન્ટેનન્સ શાખા, વીજળી વિભાગ અને વધુને લગતી કોઈપણ સમસ્યા અંગે ફોટો અને ટિપ્પણી સાથે ફરિયાદો સહીત અન્ય સેવાઓ મેળવવા જેવી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, આ એપ્લીકેશન દ્વારા શહેરીજનો મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનો સંપર્ક કરી શકશે અને તેમની ફરિયાદો નોંધાવી શકશે.
આ એપ્લીકેશન પજેએમસી કનેક્ટથ ને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જામનગર મહાનગરપાલિકાએ આ એપ્લીકેશન દ્વારા શહેરીજનોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે.
આ એપ્લિકેશનના લોન્ચિંગ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસૂર્યાની પ્રેરક ઉપસ્થિતિ અને દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય, જામનગર, રીવાબા જાડેજા, ધારાસભ્ય,જામનગર, આશિષભાઈ જોષી શાસક પક્ષ નેતા, ક્રિષ્નાબેન સોઢા.ડે.મેયર, નિલેશભાઈ કગથરા ચેરમેન સ્ટે.કમીટી જામનગર મહાનગરપાલિકા, કેતન નાખવા દંડક, ધવલભાઈ નંદા વિરોધ પક્ષ નેતા, થોમસ જોસ રીટેલ બ્રાંચ બેન્કીંગ એચ.ડી. એફ. સી. બેંક, નિરજ દત્તાણી રીટેલ બ્રાંચ બેન્કીંગ એચ.ડી.એફ.સી.બેક, પુનિત પટેલ પીનલ શાહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે આ એપ્લીકેશનના લોન્ચિંગને શહેર માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
આ એપ્લીકેશન દ્વારા જામનગર મહાનગરપાલિકા અને શહેરીજનો વચ્ચેનો સંવાદ વધુ સરળ અને ઝડપી બનશે. આ એપ્લીકેશન દ્વારા શહેરીજનો મહાનગરપાલિકાના વિવિધ કાર્યક્રમો અને સેવાઓ વિશે માહિતી મેળવી શકશે.