સ્માર્ટ સિટીમાં અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કનું લોકાર્પણ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંઢિયા પુલ, રૂડાના બલ્ક વોટર સપ્લાય સહિતના રૂા. 705.42 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં તેમના વરદ્ હસ્તે સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર, અમૃત યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કુલ રૂૂ.108.47 કરોડના પાંચ પ્રોજેક્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂૂડાનો રૂૂ.95.14 કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટ એમ કુલ રૂૂ.339.61 કરોડના સાત પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને અમૃત યોજના હેઠળ મનપાના રૂૂ. 291.49 કરોડના 22 વિકાસકામો અને જઉંખખજટઢ હેઠળ રૂૂ.74.32 કરોડના સાંઢીયા પૂલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજના ડ્રો કાર્યક્રમ, આમ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના કુલ રૂૂ.705.42 કરોડના 30 વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજ તા.07/03/2024ના રોજ બપોરે 12:30 કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબરભાઈ રોડ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, હાઉસિંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, રૂૂડા ના સી.ઇ.એ. જી.વી. મિયાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો. માધવ દવે,રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ સંગઠનના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ.
રૂા. 339.61 કરોડના કામોનું લોકાર્પણ
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ તળાવમાં અંદાજે 477 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું સ્થળ મળી રહેશે. અટલ સરોવરનું કૂલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી છે. લોકાર્પણ બાદ આગામી 1-મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટવાસીઓને હરવાફરવાના આ અગત્યના નવા નજરાણાનો લાભ મળતો થશે. અમૃત મિશન હેઠળરાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ રૂૂ.90.41કરોડનાખર્ચે જેટકો ચોકડી ખાતેના50 ખકઉનાવોટર ટ્રીટમેન્ટપ્લાન્ટ, પાઈપલાઈન અને પમ્પિંગ સ્ટેશનના કુલ ચાર પ્રોજેક્ટના લોકાર્પણ થવાથી આશરે કુલ 4.5 લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધાથીઆવરી લઇ શકાશે.
રૂા.291.49 કરોડના કામોનું ખાતમુહૂર્ત
શહેરમાં 291.49 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રેનેજના17 કામો ખર્ચ કુલ રૂૂ.193.36 કરોડ લાભાર્થીઓની સંખ્યા : આશરે બે લાખ અમૃત 2.0 સ્કીમ હેઠળ વિવિધ પ્રોજેક્ટ પૈકી રૈયાધાર ખાતે 23ખકઉ ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘંટેશ્વર ખાતે 15 ખકઉ ક્ષમતાનાસુએઝટ્રીટમેન્ટપ્લાન્ટ, તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ પાઈપલાઈન નેટવર્ક, હાઉસ કનેક્શનચેમ્બર,વગેરેના કુલ 17 વિકાસ કામો હાથ ધરવામાં આવેલ છે. વોટર વર્કસના પાંચ પ્રોજેક્ટ ખર્ચ કુલ રૂૂ.98.13 કરોડ પીવાના પાણી માટેની ડી.આઈ. પાઈપલાઈન નેટવર્ક, અને બે વોટર સપ્લાય હેડ વર્કસસહીત કુલ પાંચ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે. જઉંખખજટઢ હેઠલ રૂૂ.74.32કરોડનાસાંઢીયા પૂલ પ્રોજેક્ટનુંખાતમુહૂર્ત