રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આજે મોડી રાત્રિનાં તાજિયા થશે ઠંડા, શાકાહારી પ્રસાદનું વિતરણ

05:02 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

90 ટકા તાજિયા વરસાદને કારણે ફર્યા વગર માતમમાં જ રહ્યા

બે દિવસ નોનવેજ લારી, દુકાનો કતલખાના સજ્જડબંધ રખાયા

આજે આખી રાત ઢેર ઢેર શાકાહારી પ્રસાદીના થશે આયોજનો

ગઈકાલે શહેરમાં અનેક જગ્યાએ નિકળેલા તાજીયાએ અદકેરૂ આકર્ષણ જણાવ્યું હતું. કરબલાના શીદોની યાદમાં મહોર્રમ દરમિયાન તાજીયા બનાવાય છે અને 10માં દિવસે આશુરાહ પર્વ મનાવાય છે એ મુજબ આજે હેરની તમામ મસ્જિદોમાં વિશેષ નમાઝ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ દુઆ કરી હતી. કબ્રસ્તાનમાં પણ મુસ્લિમ સમાજ ઉમટી પડીને શ્રાધ્ધ તર્પણના આયોજનો થયા તાં. તાજીયાના જુલુસ દરમિયાન સબિલના કાર્યક્રમનો ધમધમાટ રહ્યો હતો.

ગઈકાલે જાહેરમાં ફરેલા તમામ તાજીયા રાત્રિના બાર વાગ્યે ઈમામખાનામાં ફરી પૂર્ણાહુતિ પામ્યા હતાં. સતત 10 રાત્રિ દરમિયાન હુસેની મજાલીસમાં ભાઈ બેનો ઉમટી પડયા હતાં. આજે સવારથી મસ્જિદોમાં વિશેષ નમાઝ બાદ શહીદોની સ્મૃતિમાં બે દિવસ રોઝા પાળ્યા હતાં. આ બાબતે વધુ વિગતો આપતા મુસ્લિમ સમાજના અગ્રણી હબીબ કટારીયાએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં સૌ પ્રથમ વખત શહેરના મોટાભાગના તાજીયા માતમમાં પડમાં જ રહ્યા હતાં. તાજીયામાં મોટેભાગે ચાંદ અને તારો લોખંડનો હોવાથી હિન્દુ મુસ્લિમ બિરાદરોની સલામતિનાં કારણે વરસાદને લીધે તાજીયા ફર્યા ન હોતા અને જે વિસ્તારમાં છુટક છુટક નિકળેલા તાજીયા આયોજકો પાસે મોટી માત્રામાં પ્રસાદી હોવાથી શ્રધ્ધાળુઓ, બાધા-આખડી રાખનાર ભાવિકોની માનતા પરીપૂર્ણ થાય તે માટે અમુક વિસ્તારોમાં તાજીયા ફર્યા હતાં.

શહેરમાં વરસતા વરસાદને કારણે વીજવાયરોમાં પાણી હોવાથી 90 ટકા તાજીયા માતમમાં જ રહ્યા હતાં. હબીબ કટારીયાએ ગુજરાત મિરરને વધુમાં જણાવ્યું હતું કે, આજે સાંજે 5 વાગ્યાથી માત્રને માત્ર શાકાહારી પ્રસાદીના આયોજનમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજનાં લોકો એકસાથે ભેળ, ભજીયા, ઢોકળા, દાબેલી, વડાપાંઉ, પાંઉભાજી, ગાઠીયા, જલેબી દૂધ કોલ્ડ્રીંગ, આઈસ્ક્રીમ, ગુલ્ફીની પ્રસાદી લેશે.

સદરમાં રાત્રિનાં 1 વાગ્યા સુધી, શહેરમાં આખી રાત ઉજવણી
મુસ્લિમ અગ્રણી હબીબભાઈ કટારીયાએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, આજે રાત્રિનાં 1 વાગ્યા સુધી સદર વિસ્તારમાં આશુરાહ મનાવાશે જ્યારે શહેરના અન્ય વિસ્તારમાં આખી રાત માતમ મનાવાશે. મંગળ અને બુધવારના રોજ શહેરના તમામ નોનવેજની દુકાનો, કતલખાના બંધ રાખી તાજીયા પર્વ ઉજવાયું હોવાનું પણ જણાવ્યું હતું. આજે રાત્રિનાં તમામ તાજીયા પર આબોટ પાણી છાંટી તાજીયા ટાઢા કરાશે.

Tags :
gujaratgujarat newsMuharramrajkotrajkot newstajiya
Advertisement
Next Article
Advertisement