For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ SG હાઇવે ઉપર મોડી રાત્રે હીટ એન્ડ રન, બે્રઝાએ કારને ટક્કર મારતાં બે મોત

11:09 AM Jul 15, 2024 IST | Bhumika
અમદાવાદ sg હાઇવે ઉપર મોડી રાત્રે હીટ એન્ડ રન  બે્રઝાએ કારને ટક્કર મારતાં બે મોત
Advertisement

શહેરના એસ.જી. હાઈવે પર ગઈકાલે મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં પેલેડિયમ મોલ નજીક બ્રેઝા કારના ચાલકે પોતાની ગાડી પુરપાટ હંકારીને આઇ-20 કારને ઠોકરે ચડાવી હતી. આ સમયે કારની નજીક ઉભા રહેલા બે યુવકો પણ ફંગોળાઈને નીચે પટકાયા હતા. જે પૈકી એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે અન્ય એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ બ્રેઝા કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કુબેરનગરમાં રહેતા અલ્પેશ ગાગડેકર પોતાના મિત્રો કમલ અડવાણી, સોનું ધૈયડા અને મયુર આહુજા સાથે પોતાની આઇ-20 કાર લઈને મોડી રાતે અઢી વાગ્યાની આસપાસ એસજી હાઈવેથી સી.જી રોડ તરફ જઈ રહ્યા હતા. જ્યાં વોશરૂૂમ જવા માટે પેલેડયમ મોલ નજીક તેઓએ પોતાની કાર સાઈડમાં ઉભી રાખી હતી.

Advertisement

આ દરમિયાન કારગીલ ચાર રસ્તા તરફથી માંતેલા સાંઢની જેમ ધસી આવેલી બ્રેઝા કાર (GJ-38-BF-9547)એ અલ્પેશની શ-20 કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ સમયે આઇ-20 કાર નજીક ઉભા રહેલા કમલ અને અલ્પેશ નીચે પટકાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ બ્રેઝા કારનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ અકસ્માતના પગલે ઘટના સ્થળે જ અલ્પેશનું મોત નીપજ્યું હતુ. જ્યારે કમલ અડવાણી અને આઇ-20 કારમાં બેઠેલા તેમના મિત્ર સોનુને ગંભીર હાલતમાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કમલનું પણ મોત નીપજ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement