ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં મોડીરાત્રે બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે ત્રણ વાહનને અડફેટે લીધા

12:38 PM Jul 31, 2024 IST | Bhumika
Advertisement

દુકાનના શટરમાં પણ નુકસાન: અકસ્માત સર્જનાર રાજકીય નેતાનો પુત્ર હોવાની ચર્ચા

Advertisement

કાળીયાબીજ વિસ્તારમાં ગઇકાલે રાત્રે પુર ઝડપે પસાર થઇ રહેલા ફોરચ્યુનર કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કોમ્પલેક્સ પાસે પાર્ક કરેલી ત્રણ કાર સાથે ધડાકાભેર અથડાયા બાદ આ કારે કોમ્પલેક્સની એક દુકાનના શટરને પણ નૂકશાન પહોંચાડ્યું હતું.

અકસ્માતના કારણે મોટો ધડાકો સાંભળી નજીકમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા. જો કે, કારનો ચાલક સ્થળ પરથી રફ્ફુચકક્કર થઇ ગયો હતો અને બનાવ બન્યાના 15 કલાક પછી પણ આ બનાવ અંગે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

મોડી રાત્રે એક સવા વાગે ફોરચ્યુનર કારના ચાલકે ત્રણ કારને ટક્કર મારી હતી. મોડી રાત્રે અકસ્માત થતાં સદનસિબે કોઇ જાનહાની સર્જાઇ ન હતી પરંતુ કારની સ્પિડ એટલી હતી કે, અકસ્માતના કારણે ધડાકો સાંભળી નજીકમાં રહેતા લોકો તેમજ રાહદીરીઓ સ્થળ પર ભેગા થઇ ગયા હતા.

આ અકસ્માતમાં કારના ચાલકને પણ ઇંજા પહોંચી હતી. જો કે, તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ સામાન્ય ઇંજા પહોંચી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.જો કે, સત્તાવાર રીતે આ બનાવ અંગે કોઇ ફરિયાદ નોંધાઇ નથી, તો ત્રણ કારને નૂકશાન થયું હોવા છતાં કોઇ ફરિયાદ ન થતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.

એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, અકસ્માત સર્જનાર શખ્સ એક રાજકીય નેતાનો પુત્ર હોવાના કારણે આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવ્યું છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે, પોલીસે આ બનાવ અંગે કોઇ તપાસ કરે છે કે કેમ ?

Tags :
bhavnagarbhavnagar newsdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement