રિકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ, ત્રણ કલાકમાં રૂા.42.74 લાખ આવક
મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશના છેલ્લા 24 દિવસ બાકી હોય ત્રણેય ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરી આજે ત્રણ કલાકમાં પાંચ મીલકત સીલ કરી ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.42.74 લાખની વેરાવસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા જામનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.90,000/- રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.50,794/- રૈયા રોડ પર આવેલ 1-યુનિટના સબાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.53,200/-પરાબજારમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.53,500/- માર્કેટીંગ યાર્ડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.56,500/- આર.ટી.ઓ. રિંગ રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.72,000/-કુવાડવા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.30,000 નો ચેક આપેલ હતો.
પેદ્ક રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.27,500/- નો ચેક આપેલ. બ્રાહ્મનિયાપરામાં 2- યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી 1.06 લાખ. પરાબજારમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.81,000/- યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.50,000/- સોની બજારમાં 2-યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.56 લાખનો ચેક આપેલ. યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ) યાજ્ઞિક રોડ પર આવેલ ‘ધનરાજની કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર ઓફિસ નં-301 ને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ વ્રજમેશન ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ કરેલ છે.(સીલ) સોનીબજારમાં આવેલ સુવર્ણ કાલા સેક્ધડ ફ્લોર શોપ નં-213 ને સીલ કરેલ છે.(સીલ) ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.8.10 લાખ કરી હતી.