For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લેસર શોના સમયમાં ફેરફાર, અડધો કલાક વહેલો કરાયો

04:05 PM Sep 05, 2024 IST | admin
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લેસર શોના સમયમાં ફેરફાર  અડધો કલાક વહેલો કરાયો

નર્મદા મહાઆરતીનો પ્રવાસીઓ લાભ લઇ શકે તે માટે મફત બસ સેવા

Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ,એકતા નગર અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે એક નિર્ણય લઇને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહા આરતીનો લાભ લઇ શકે એ માટે તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજથી સાંજના 7.45 કલાકના બદલે 7.30 કલાકથી પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) શરૂૂ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) માટેની લાઈટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે.

પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઇ શકે એ માટે નિ:શુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 1 થી બસ સેવા નિ:શુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement