13મી ફેબ્રુઆરીએ લેન્ડ ગ્રેબિંગ કમિટિની બેઠક: 100 કેસ મુકાયા
રાજકોટ શહેર જિલ્લામાં બેફામ બનેલા ભુમાફીયાઓને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડગ્રેબીંગનો કાયદો બનાવવામાં આવ્યો છે જેની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને બનેલી કમીટી સમક્ષ લેન્ડગ્રેબીંગના કેસની સુનાવણી થયા બાદ ગુના દાખલ કરવા ખાસ આદેશ આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટ કલેકટરના અધ્યક્ષસ્થાને 13મી ફેબ્રુઆરીએ લેન્ડગ્રેબીંગ કમીટીની બેઠક રાખવામાં આવી છે. જેમાં 100 જેટલા કેસ મુકવામાં આવ્યા છે.
રાજકોટ શહેર જિલ્લામાં દરરોજ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડગ્રીેબીંગની પાંચ થી સાત અરજીઓ આવે છે જેમાં પુરાવા અને તપાસની પુર્તતા કર્યા બાદ કલેકટરના અધ્યક્ષસ્થાને મળતી કમીટી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ પુરાવાની તુલના કરી ગુનો દાખલ કરવો કે કેમ ? તે અંગેના હુકમો કરવામાં આવે છે.
રાજકોટમાં અગાઉ બે વખત અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લી ઘડીએ લેન્ડગ્રીેબીંગ કમીટીની બેઠક રદ થઈ છે ત્યારે શનિવારે લેન્ડગ્રીેબીંગ કમીટીની સમક્ષ 100 કેસ મુકવામાં આવ્યા હતાં. જે 100 કેસ આગામી 13મી ફેબ્રુઆરીએ મળનારી લેન્ડગ્રીેબીંગ કમીટીની બેઠકમાં રિપીટ કરવામાં આવ્યા છે.