અમરેલીના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને લાલપુર પોલીસે પકડ્યો
મોટા પાચસરા ગામની સીમમાંથી ઝડપી લેવાયો
લાલપુર પોલીસ સ્ટેશનની ટીમે અમરેલી રૂૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચરની સુચના મુજબ સ્ટાફના માણસો શંકાસ્પદ ઇસમો ચેક કરવા પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. જાડેજા અને અન્ય સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમરેલી રૂૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે કાળ ભાવસિંહ હટીલા મોટા પાચસરા ગામની સીમમાં રહેતો હોવાની માહિતી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપીને ઝડપી પાડી અમરેલી પોલીસને સોંપી આપ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગળચર સહિત અન્ય સ્ટાફની ભૂમિકા રહી હતી. વધુમાં, આ ગુનામાં આરોપી પર બી.એન.એસ. કલમ 118(1), 115(2), 70(1), 87, 61(2), 3(5), 54 અને જી.પી.એકટ કલમ 135(1) મુજબ ગુનો નોંધાયો હતો. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.