For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલપરી તળાવનું રૂા. 17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશન

04:26 PM Oct 18, 2025 IST | Bhumika
લાલપરી તળાવનું રૂા  17 કરોડના ખર્ચે કરાશે બ્યુટિફીકેશન

તળાવ ફરતે ઘાટ, બગીચાઓ, ઝૂથી તળાવ સુધીનો બ્રિજ સહિતના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ

Advertisement

રાજકોટ શહેરની વસ્તી અને વ્યાપ વધતા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હરવા ફરવાના સ્થળોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા ફરવાના સ્થળો ઉપરાંત છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રામવન અને અટલ સરોવર જેવા બે સ્થળો મહાનગરપાલિકાએ બનાવ્યા છે. છતાં ઈસ્ટઝોનમાં ફરવા લાયક સ્થળો ઓછા હોવાથી પ્રદ્યુમન પાર્ક ઝુની બાજુમાં આવેલ લાલપરી તળાવને ડેવલોપ કરવાનો નિર્ણય બે વર્ષ પહેલા લેવામાં આવેલ ત્યાર બાદ ક્ધસલ્ટન્ટ દ્વારા ડિઝાઈન સહિતનો મેપ તૈયાર કરાતા હવે મનપાએ લાલપરી બ્યુટીફીકેશન માટે રૂા. 17 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે.

મહાનગરપાલિકાના ઈસ્ટઝોન વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ લાલપરી તળાવ બ્યુટીફીકેશનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. બે વર્ષ પહેલા લાલપરી તળાવ ડેવલોપ કરવા માટેનો નિર્ણય લેવામાં આવેલ તેમજ ચાલુ વર્ષના બજેટમાં ત્રણ ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. તેવી જ રીતે લાલપરી તળાવનું બ્યુટીફીકેશન કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરેલ તેમના દ્વારા ડિઝાઈન તૈયાર કરી તંત્રને આપેલ જેના આધારે પ્રારંભીક ધોરણે ડેમને ફરતી સાઈડના કાંઠાને કવર કરવા એટલે કે ઘાટ બનાવવા માટે માટી પુરાણ તેમજ કોંકરીટ કામ કરવાનું હોય મનપાએ ગાર્ડન અને કોંક્રીટ કામ સહિતના કામો માટે રૂા. 17 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. લાલપરી તળાવના રસ્તાને પણ ડેવલોપ કરી ફોરલેન કરવામાં આવશે. સંભવત ઝુ તરફ જતાં રસ્તા અને લાલપરી તળાવની વચ્ચે બ્રીજ બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે પ્રસિદ્ધ થયેલ ટેન્ડરમાં બ્રીજના ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના લીધે પ્રથમ બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણ કરાશે ત્યાર બાદ બ્રીજ સહિતના કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

Advertisement

ઈસ્ટઝોનમાં એક પણ ફરવા લાયક સ્થળ હૈયાત નથી વર્ષો પહેલા મહાનગરપાલિકા સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુ કાર્યરત થયેલ અને વર્ષ દરમિયાન લાખો સહેલાણીઓ ઝુ ની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ઝુની બાજુમાં આવેલ લાલપરી તળાવ કે જેનું પાણી પીવા માટે ઉપ્યોગમાં લેવાતું નથી અને લાલપરી તળાવની આજુબાજુ ન્યુસન્સ ફેલાય ગયેલ હોય આ સ્થળનો વિકાસ કરી ફરવા લાયક સ્થળ બનાવવાનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો હતો. ગત વર્ષે લાલ પરી તળાવની આજુબાજુ થયેલ ગેરકાયદેસર મકાનો અને ઝુપડાઓનો ડિમોલેશન કરી કિનારાની જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી અને હવે ટેન્ડર પ્રસિદ્ધ થયેલ છે ત્યારે લાલપરી તળાવની વેસ્ટ સાઈડમાં માટી પુરી ઘાટ તૈયાર કરવામાં આવશે. તેવી જ રીતે જે સ્થળેથી પાણીની આવક છે

Advertisement
Tags :
Advertisement
Advertisement