ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, અનેક બાળકો ઘવાયા

02:02 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર યોજાયેલ કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા ધક્કામુક્કી, એક બાળકી સીડી પરથી પટકાઇ, કલાકારો કાર્યક્રમ પડતો મુકી ભાગ્યા, મોલના મેનેજર સામે ગુનો નોંધાયો

Advertisement

સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારોની ટીમ ગઇકાલે સાંજે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે પ્રમોશન માટે આવતા ચાહકોની જબરી ભીડ ઉમટી પડી હતી. જેના કારણે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી સર્જાઇ હતી. આ દરમિયાન એક બાળકી એસ્કેલેટર (ઇલેકટ્રીક સીડી) પરથી પડી હતી જો કે, બે લોકોએ બાળકીનો જીવ બચાવી લીધો હતો. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી અને કલાકારોને પણ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ફિલ્મના પ્રમોશનના આ કાર્યક્રમ માટે મંજુરી પણ લેવામાં આવી ન હોવાનું બહાર આવતા પોલીસ એકશનમાં આવી છે.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. જોકે, આ દરમિયાન કલાકારો સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ક્રિસ્ટલ મોલમાં વિવિધ માળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોલમાં ઓવર ક્રાઉડના કારમે અનેક બાળકો ભીડમાં ફસાયા હતા અને ધક્કામુકીમાં નીચે પટકાયા હતા. આ ગંભીર ઘટનામાં એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

આ ઘટનામાં અનેક નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટના વીડિયો સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ફિલ્મ પલાલોથના પ્રમોશન માટે આવેલા કલાકારોએ પણ અફરાતફરીનો માહોલ જોતાં તાત્કાલિક કાર્યક્રમ પડતો મુક્યો હતો. વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને કલાકારોએ તાત્કાલિક મોલમાંથી વિદાય લીધી હતી અને આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ ટૂંકાવ્યો હતો.

આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મોલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે, પરંતુ આ કિસ્સામાં તેમની ઘોર બેદરકારી સામે આવી છે. આ ઘટનામા યુનીવર્સીટી પોલીસે ક્રિસ્ટલ મોલનાં મેનેજર સમીર રામજીભાઇ વિસાણી સામે ગુનો નોંધ્યો હતો જેમા પીએસઆઇ ફરીયાદી બન્યા હતા અને આ મેનેજરે કોઇપણ પ્રકારી પુર્વ મંજુરી વિના જાહેર જગ્યાએ સ્ટેજ રાખી લાલો ફિલ્મના એકટર, ડાયરેકટર અને પ્રોડયુસર તેમજ સ્ટાર કાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા.

Tags :
gujaratgujarat newsLalo film promotionrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement