જામકંડોરણાનો લાલ અગ્નિવીર શહીદ, માદરે વતનમાં ઘેરો શોક
નાસિક ખાતે આર્ટિલરી સેન્ટરમાં ગોળો ફાટતાં દુર્ઘટનામાં બે અગ્નિવીર શહીદ
પાર્થિવ દેહ મોડી રાત્રે જામકંડોરણા લવાયો, માંડવિયા-ભાનુબેન-રાદડિયા અને અધિકારીઓની પુષ્પાંજલિ
મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરીમાં ગોળો ફાટતા સર્જાયેલ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામનો વિશ્ર્વરાજસિંહ ગોહિલ(ઉ.20)નું અવસાન થતા ગતરાત્રે વિશ્ર્વરાજસિંહનો પાર્થિવદેહ તેના માદરેવતન આવી પહોચ્યો હતો. આ સમયે જામકંડોરણા ખાતે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા, ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય જયશે રાદડિયા, જિલ્લા કલેક્ટર ડો.પ્રભવ જોષી, રૂરલ એસ.પી. જયપાલસિંહ રાઠોડ વગેરેએ સદગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
અગ્નિ વીરની ટ્રેનિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં વિશ્વરાજ સિંહ શહીદ થયા હતા દુ:ખદ સમાચાર મળતા નાના એવા આચવડ ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પાર્થિક દેહને નાસિકથી જામકંડોરણા એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે પાર્થિક દેહને રાખવામાં આવ્યો હતો. જવાનો દ્વારા સલામી આપી શ્રદ્ધાંજલિ અપાયહતી દીકરાના પ્રાથીક દેહને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા સૌ કોઈની આંખોમાં આંસુ સમાતા નહોતા.
જામકંડોરણા રજપૂત સમાજ ખાતેથી અંતિમ યાત્રા જામકંડોરણા તાલુકાના એમના ગામ આચવડખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પરિવારના સભ્યો મિત્રો ની આંખોમાં આંસુ સમાતા ન હતા.
મહારાષ્ટ્રના નાશિક આર્ટિલરી સેન્ટરમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં તાલીમ દરમિયાન તોપમાંથી છોડવામાં આવેલો એક ગોળો ફાટતા બે અગ્નિવીરના મૃત્યુ થયા છે, જ્યારે એક અગ્નિવીર ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. તો મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામનાર બે પૈકી એક જામકંડોરણાનો જવાન હતો. જેની પોલીસે માહિતી આપી છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરૂૂવારે બપોરે નાશિકના આર્ટિલરી સેન્ટરમાં અગ્નિવીરો ફાયરિંગની તાલીમ લઈ રહ્યો હતા. આ દરમિયાન અગ્નિવીરોની એક ટીમ તોપમાંથી ગોળા ફેંકી રહી હતી ત્યારે અચાનક તોપનો ગોળો ફાટ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના બે અગ્નિવીરના સૈફત શિત (21) અને ગુજરાતના ગોહિલ વિશ્વરાજ સિંહ (20) મૃત્યુ પામ્યા. ઈજાગ્રસ્ત અગ્નિવીર અપ્પલા સ્વામીની સારવાર દેવલાલીની એમએચ હોસ્પિટલમાં ચાલી રહી છે.
નાસિકમાં થયેલી આ દુર્ઘટનામાં રાજકોટના અગ્નિવીર વિશ્વરાજ સિંહ ગોહિલનું મોત થયું હતું. વિશ્વરાજ સિંહ ગોહિલ આચવડના વતની હતા. વિશ્વરાજ સિંહ હૈદરાબાદના કેમ્પમાંથી નાસિક તાલીમ માટે ગયા હતા.
મળતી માહિતી અનુસાર, હવલદાર અજીત કુમારની ફરિયાદના આધાર પર દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ ઘટનાની તપાસનો આદેશ અપાયો છે.