ચેન્નાઇથી સુરત જતી ઇન્ડિગોની ફલાઇટ રાજકોટમાં ડાયવર્ટ કરાઇ
સુરતમાં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ નહીં થતાં રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ
ખરાબ હવામાનને લીધે ચેન્નાઈ થી સુરત જતી ઈન્ડીગોની ફલાઈટને રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષિત ઉતરાણ કરી રાજકોટ એરપોર્ટના રન વે ઉપર થોડી કલાકોના રોકાણ બાદ ઈન્ડીગોની ફ્લાઈટે સુરત તરફ પ્રયાણ કર્યું હતું. ત્રણ દિવસ પૂર્વે દિલ્હી થી અમદાવાદની ઈન્ડીગોની ફ્લાઈટને પણ રાજકોટ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઈન્ડીગોની વધુ એક ફ્લાઈટને રાજકોટ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી. રવિવારે ચેન્નઈ થી સુરત જતી ફ્લાઈટ સુરતમાં ખરાબ હવામાનના કારણે સુરત એરપોર્ટ ખાતે લેન્ડ કરી શકે તેમ ન હોવાના લીધે એટીસી રાજકોટનો સંપર્ક કરીને રાજકોટ એરપોર્ટ ખાતે આ ફ્લાઈટને લાવવામાં આવી હતી.
રાજકોટ હીરાસર એરપોર્ટ પર ડાયવર્ટ કરાયેલી ઈન્ડિગોની ફ્લાઈટ થોડી કલાકોના રોકાણ બાદ સુરત ખાતે વેધર કલીઅરન્સ મળી જતા ફ્લાઈટ રાજકોટથી ટેકઓફ થઈ સુરત પહોંચી હતી. ક્લાઇટના તમામ પેસેંજરો માટે ઓથોરિટી દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બે દિવસ પહેલા પણ અમદાવાદની ફ્લાઈટ પર રાજકોટ ખાતે લેન્ડિંગ કરવામાં આવી હતી.