For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

31 ડિસેમ્બર માટે લવાયેલ લાખોનો દારૂ કાલાવડ પંથકમાંથી ઝડપાયો, પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચ્યા

04:05 PM Dec 26, 2023 IST | Bhumika
31 ડિસેમ્બર માટે લવાયેલ લાખોનો દારૂ કાલાવડ પંથકમાંથી ઝડપાયો  પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોને દબોચ્યા

થર્ટી ફર્સ્ટ પહેલાં બુટલેગરો સામે પોલીસ પણ સતર્ક થઈ છે અને જુદા જુદા સ્થળોએ દરોડા પાડી દારૂનો જંગી જથ્થો ઝડપી રહી છે. ત્યારે કાલાવડમાંથી 31 ડિસેમ્બર માટે લવાયેલ લાખોનો અંગ્રેજી દારૂનો જથ્થો પોલીસે ઝડપયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે .પોલીસે કુલ 1860 બોટલ સાથે 20.11 લાખનો મુદામાલ કબજે કર્યો છે. ગ્રામ્ય પોલીસે કાલાવડ તાલુકાના કોઠા ભાડુકીયાની સીમમા રેડ પાડી હતી.આ દરમિયાન વાડીમાં સંતાડી રાખેલ 1860 બોટલ દારૂ મળી આવ્યો. પોલીસે થાર કાર, 5 મોબાઇલ, 1 બાઇક સહિત 20 લાખ ઉપરાંતના મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લીધા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement