દામોદરકુંડમાં પિતૃતર્પણ માટે લાખો લોકો ઊમટયાં
ઋષિ પાંચમના દિવસે પીપળે પાણી રેડવા અભૂતપૂર્વ ધસારો
જૂનાગઢમાં આજે ઋષિ પાંયમ નિમિત્તે દામોદર કુંડ ખાતે પિતુ તર્પણ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભાદરવી અમાસને દિવસે પિતૃ તર્પણ ન કરી શકનાર ભાવિકો આજે ઋષઋષિ પાંયમ દિવસે પવિત્ર દામોદર કુંડમાં સ્નાન વિધિ, પીપળે પાણી રેડી અને દાન પુણ્ય કરી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. ભાદરવા મહિનાની સુદ પાંચમને ઋષિ પાંયમ, રખ પાંચમ કે સામાં પાંચમ તરીકે, મનાવવામાં આવે છે.
જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે પિત તર્પણ અને સ્નાન વિધિ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઋષિ પાંચમના દિવસે મહિલાઓ, અનાજ, શાકભાજી અને મીઠાનો ત્યાગ કરી. સામો(મોરૈયો) ખાય છે. જેથી તેનું એક નામ સામાં પાંચમ પણ કહેવાય છે. જે ભાવિકો ભાદરવી આમાસને દિવસે પિતુઓને પાણી ન અર્પણ કરી શક્યા હોય, તેઓ આજે ઋષિ પાંચમના દિવસે સ્નાન વિધિ, પીપળે પાણી રેડી અને દાન પુણ્ય કરી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. જેને લઇ આજે સવારથી જ દામોદર ફંડા પિતૃા તર્પણ સ્નાન વિધિ અને દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
અહીં નરસી મેહતાના પિતાજીનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને નરસી મેહતાનું રૂૂપ ધારણ કરી કર્યું હતું, એટલે પિતૃઓના મોક્ષ માટે અહીં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આજે ઋષિ પાંચમના દિવસનું પિતૃ તર્પણ માટે ખૂબ ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સવાર થી જ લાખોની સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા.
રાજ્યના પ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે પાંચમના પવિત્ર દિવસે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. જૂનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે બારેમાસ ભાવિકો આવતા હોય છે અને અહીં સ્નાન કરી અને અહીં આવેલા પારસ પીપળે જળ ચડાવી પોતાના પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઋષિ પંચમીના દિવસે લોકોએ પિતૃ તર્પણ કરી પોતાના પિતૃઓના મોક્ષ સાથે પ્રાર્થના કરી હતી. અહીં દામોદર કુંડ પર પ્રાચીન પીપળે યાત્રાડવો પાણી પીવડાવી પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભગવાનને પ્રાર્થના કરે છે.